દિલ્હીમાં CAA વિરોધી અને સમર્થક જૂથ વચ્ચે ભારે હિંસા, 1 હેડ કોન્સ્ટેબલનું મોત

Delhi violence: Police head constable killed in clashes over CAA in Maujpur

દિલ્હીમાં ફરીથી નાગરિકતા કાયદાને લઈને હિંસા જોવા મળી છે. દિલ્હીના મૌજપુર ખાતે હિંસા થઈ હતી અને ટોળાએ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. એવી જાણકારી મળી રહી છે કે બે જૂથ વચ્ચે સીએએ કાયદાના સમર્થન અને વિરોધ બાબતે અથડામણ થઈ હતી. બાદમાં અમુક અસામાજિક તત્વોએ તમંચો કાઢીને પોલીસની સામે આઠ વખત ફાયરિંગ પણ કર્યું હતું. મૌજપુરથી જાફરાબાદ જનારા રસ્તા પર આ ઘટના ઘટી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  BIG Breaking: પ્રજાના કામ નથી થતા કહીને ભાજપના આ ધારાસભ્યે આપ્યું રાજીનામું

આ પણ વાંચો :   ટ્ર્મ્પ તો ભારતીય સિનેમા પર થઈ ગયા ફિદા, આ બે ફિલ્મના નામ સાથે કર્યા ભારોભાર વખાણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એક પોલીસ અધિકારીએ જાણકારી આપી કે દિલ્હીના નોર્થ ઈસ્ટમાં નાગરિકતા કાયદાને લઈને ઝડપ થઈ હતી અને તે દરમિયામન એક હેડ કોન્સ્ટેબલની મોત નીપજ્યું છે. આ ઉપરાંત ટોળાને વિખેરવામાં ઘણાં પોલીસના જવાનો ઘાયલ પણ થયા છે. સોમવારના રોજ દિલ્હીમાં કેટલાંક વાહનો અને દુકાનો અને ઘરમાં પણ આગ લગાડી દેવાઈ હતી.

READ  ફેસબુકને થઈ શકે છે 5 અરબ ડૉલરનો દંડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હિંસામાં શહાદરા ડીસીપી અમિત શર્મા પણ ઘાયલ થયા છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે આ હિંસાની શરુઆત થઈ હતી અને બપોરના 2 વાગ્યા સુધી ચાલી હતી. તે દરમિયાન બે જૂથને છૂટા પાડવા માટે ગયેલાં પોલીસ અધિકારીઓ પથ્થરમારામાં ઘાયલ થયા જ્યારે એકનું મોત થયું છે.

READ  VIDEO: મહારાષ્ટ્રમાં આખરે કોની બનશે સરકાર? કિંગ મેકરની ભૂમિકામાં શરદ પવાર!

 

Oops, something went wrong.
FB Comments