દિલ્હી હિંસા: SITએ શરૂ કરી તપાસ, મીડિયા અને સામાન્ય નાગિરકો પાસે માગ્યા પુરાવા

delhi violence sit begins investigation seeks media and eyewitnesses in 7 days of evidence delhi violence SIT e sharu kari tapas media ane samanya nagrik pase magya purava

ઉત્તર પૂર્વ દિલ્હીમાં કેમ હિંસા થઈ અથવા કેવી રીતે થઈ? આ ઘટના હતી કે પછી સમજી વિચારી રણનીતિ હેઠળ હિંસા કરવામાં આવી? આ પ્રશ્નોના જવાબ માટે SITએ તપાસ શરૂ કરી દીધી છે. SITની રચના ગુરૂવારે બપોર પછી કરવામાં આવી.

delhi violence sit begins investigation seeks media and eyewitnesses in 7 days of evidence delhi violence SIT e sharu kari tapas media ane samanya nagrik pase magya purava

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

SITની રચના થયા પછી તાત્કાલિક દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના એડિશનલ પોલીસ કમિશનરે અપીલ જાહેર કરી. સામાન્ય નાગરિક અને મીડિયાને અપીલ કરતાં કહ્યું કે આ હિંસાની તપાસમાં જેની પાસે જે પણ તસ્વીરો, વીડિયો કે અન્ય સંબંધિત પુરાવાઓ હોય તો તે 7 દિવસની અંદર પોલીસને પહોંચાડી તપાસમાં મદદ કરે. તસ્વીરો અને વીડિયો કે અન્ય પુરાવા ઉત્તર પૂર્વ દિલ્હી જિલ્લાના DCPના સીલમપુર સ્થિત કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે.

READ  મહિલાઓ માટે 'હીરો' છે દિલ્હી મેટ્રોના CISF જવાનો, 1 વર્ષમાં 258 મહિલાને આત્મહત્યા કરતાં બચાવી લીધી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અપીલમાં અનુરોધ કરવામાં આવ્યો કે 23 ફેબ્રુઆરી 2020ના રોજ કે ત્યારબાદ ઉત્તર પૂર્વ દિલ્હી જિલ્લામાં જે પણ હિંસાત્મક ઘટાનઓ થઈ છે. તેના સંબંધિત પુરાવાઓ પોલીસ સુધી પહોંચાડવામાં ખાસ કરીને મીડિયા પણ મદદ કરે. પુરાવા પોલીસને પહોંચાડનારા લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. જો કોઈ આ હિંસક ઘટનાઓ વિશે જુબાની આપવા માંગે છે તો તેને પણ પોલીસ ગુપ્ત રાખશે.

READ  સુરેન્દ્રનગરઃ ખેડૂતોમાં રોષ, વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો આપવાનો કર્યો ઈનકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: માં ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી શરૂ, વૈષ્ણોદેવી સર્કલ પાસે બનશે ભવ્ય ઉમિયાધામ

 

Oops, something went wrong.
FB Comments