• March 24, 2019

લોકસભાની ચૂંટણી સમયે ફરી ઉઠ્યાં નોટબંધીના પ્રશ્ન, RBIની પાસે હજી પણ નથી મળી રહ્યા પૂરતા ડેટા, RTI માં થયા ચોંકવનારા ખુલાસા

ચૂંટણી સમયે ફરી એક વખત નોટબંધીનો પ્રશ્ન સામે આવી રહ્યો છે. RBI બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને ચેતવણી આપી હતી કે નોટબંધીથી દેશના આર્થિક વિકાસ પર ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર પડશે અને આ પગલાથી કાળા નાણાં પર અંકુશ મૂકવામાં કોઇ મદદ નહીં મળે. તે સમયે RBI બોર્ડમાં વર્તમાન RBI ગવર્નર શક્તિકાંતા દાસ ડાયરેક્ટર હતાં.

RTI માં ખુલાસો 

તાજેતરમાં RTI હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં જાણવા મળ્યું છે કે, 8 નવેમ્બર,2016 ના રોજ વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી તેના અઢી કલાક પહેલા મધ્યસ્થ બેંકની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારને નોટબંધી અંગે ચેતવણી આપવામાં આવી હતી. નોટબંધીની જાહેરાતના દિવસે મળેલ RBI બેઠકની મિનિટ્સ પરથી જાણવા મળ્યું હતું કે તે બેઠકમાં તત્કાલીન RBI ગવર્નર ઉર્જિત પટેલ અને આર્થિક બાબતોના સચિવ શક્તિકાંતા દાસ હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો : અમદાવાદમાં દાંડીકૂચ દિનથી જ કોંગ્રેસ કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, પ્રિયંકા ગાંધી પહેલી વખત જાહેરસભા સંબોધશે

વડાપ્રધાન મોદીએ નોટબંધની જાહેરાત કરી ત્યાર બાદ 23 સેવાઓના બિલ પેમેન્ટ માટે થોડાં દિવસો સુધી જૂની નોટ ચાલું રાખવા માટે પરવાનગી આપી હતી. જેમાં સરકાર હોસ્પિટલ, રેલવે, જાહેર પરિવહન, એરપોર્ટ, પેટ્રોલ પમ્પ, ઉપરાંત દવાની દુકાનથી લઇ રેલવે અને એલપીજીના બુકિંગ માટે પણ જૂની નોટોની પરવાનગી આપી હતી.

જેના પર પણ હાલમાં RTI માં ખુલાસો થયો કે, બિલ પેમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવેલા જૂના નોટ અંગે અમારી પાસે કોઇ જ માહિતી નથી. તેમજ તેના પર કોઇ પણ અલગથી ગણતરી કરવામાં આવી નથી.

 

આ બેઠકમાં તત્કાલીન નાણાકીય સેવાઓના સચિવ અંજુલી ચિબ દુગ્ગલ, RBIના ડેપ્યુટી ગવર્નર આર ગાંધી અને એસ એસ મુન્દ્રા પણ હાજર રહ્યાં હતાં. ગાંધી અને મુન્દ્રા હાલમાં RBI બોર્ડના સભ્ય નથી અને શક્તિકાંતા દાસને ડિસેમ્બર, 2018માં RBIના ગવર્નર બનાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટો રદ કરવાથી ચાલુ નાણાકીય વર્ષના જીડીપી પર પ્રતિકૂળ અસર પડશે.

આ પણ વાંચો : એર સ્ટ્રાઇક પર પાકિસ્તાન ઉઘાડું પડ્યું, બાલાકોટના સ્થાનિક લોકોએ જ આપી તમામ માહિતી, આતંકવાદી જ નહીં પાક. સેનાના જવાનોના પણ થયા છે મોત

ઉલ્લેખનીય છે કે રૂ. 500 અને 1000 ની નોટ રદ કરવાનો મુખ્ય ઉદ્દેશ કાળા નાણાં પર અંકુશ મેળવવાનો હતો. 500 અને 1000 રૃપિયાની નોટ રદ કરવાથી કુલ ચલણી નોટોનો 86 ટકા નોટોના સર્ક્યુલેશન પર અસર પડી હતી.દિલ્હીમાં RBI બોર્ડની બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગનું કાળું નાણું રોકડમાં રાખવામાં આવતું નથી. મોટા ભાગના કાળા નાણાંનું રોકાણ સોના અને રિયલ એસ્ટેટમાં કરવામાં આવે છે અને નોટબંધીથી આ બે સેક્ટરમાં રોકાયેલા કાળાં નાણાં પર કોઇ અસર પડશે નહીં.

Surat's private bus fell into gorge in Maharashtra, 6 Gujaratis died and 4 critical- Tv9

FB Comments

Hits: 126

TV9 Web Desk6

Read Previous

અમદાવાદમાં દાંડીકૂચ દિનથી જ કોંગ્રેસ કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, પ્રિયંકા ગાંધી પહેલી વખત જાહેરસભા સંબોધશે

Read Next

પ્રિયંકા ગાંધીના મેદાનમાં ઉતરવાથી ભલે કોંગ્રેસમાં નવી આશા જાગી હોય પરંતુ શું પ્રિયંકા ગાંધી ખરેખર લડશે લોકસભાની ચૂંટણી ?

WhatsApp chat