લો બોલો, જે નોટબંધીએ આખા દેશને દોડતો કરી દીધો, PMO પાસે તેનાથી થયેલા મોતોની માહિતી નથી, તો મોદીના આ પ્રધાન ખોટું બોલ્યા હતાં ?

નોટબંધી દરમિયાન દેશમાં અનેક લોકોના મોત થયા હોવાનો વિપક્ષ સતત દાવો કરતો રહ્યો છે, પરંતુ વડાપ્રધાન કચેરી (PMO)ને આના વિશે કોઈ માહિતી નથી.

મોદી સરકારે 8 નવેમ્બર, 2016ની રાત્રે 8 વાગ્યે નોટબંધી જાહેર કરી હતી અને ત્યાર બાદ મચેલી અફડા-તફડીના પગલે દેશના અનેક ભાગોમાં લોકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા હતા કે જેઓ બૅંકની લાઇનમાં હતા કે પછી બૅંકની અંદર કે બહાર ડ્યૂટી કરી રહ્યા હતાં.

પીએમઓમાં મુખ્ય જાહેર માહિતી અધિકારી (CPIO)એ કેન્દ્રીય માહિતી પંચ (CIC)સમક્ષ દાવો કર્યો છે કે નોટબંધી દરમિયાન થયેલા મોતો વિશે તેની પાસે કોઈ માહિતી નથી. કેન્દ્રીય માહિતી પંચ એક RTI પર સુનવણી કરી રહ્યુ હતું.

નીરજ શર્મા નામના અરજદારે પીએમઓમાં આરટીઆઈ દાખલ કરી જાણવા માંગ્યુ હતું કે નોટબંધી બાદ કેટલા લોકોના મોત થયા. તેમણે મૃતકોની યાદી પણ માંગી હતી. પીએમઓમાંથી નિર્ધારિત 30 દિવસોમાં જવાબ ન મળતા શર્માએ સીઆઈસીનો દરવાજો ખખડાવી અધિકારીને દંડ કરવાની માંગણી કરી હતી.

સીઆઈસીમાં સુનાવણી દરમિયાન પીએમઓના સીપીઆઈઓએ અરજીનો જવાબ આપવામાં વિલંબ કરવા બદલ વિના શરતે માફી માંગી. સાથે એમ પણ કહ્યું કે નીરજ શર્માએ જે માહિતી માંગી છે તે આરટીઆઈ કાયદાની કલમ 2(એફ) હેઠળ ‘માહિતી’ની વ્યાખ્યામાં નથી આવતી

તો અરુણ જેટલી ખોટું બોલ્યા હતાં ?

એક તરફ પીએમઓ કહે છે કે તેની પાસે નોટબંધીના કારણે મોતને લઈને માહિતી નથી, જ્યારે 18 ડિસેમ્બર, 2018ના રોજ નાણા પ્રધાન અરુણ જેટલીએ રાજ્યસભામાં કહ્યુ હતું કે ઉપલબ્ધ માહિતી મુજબ નોટબંધી દરમિયાન ભારતીય સ્ટેટ બૅંક (SBI)ના ત્રણ અધિકારીઓ અને તેના એક ગ્રાહકના મોત થયા હતાં. કહેવાય છે કે નોટબંધીના કારણે થયેલા મોતના વિપક્ષના દાવા અંગે સરકાર તરફથી આ પહેલી સ્વીકારોક્તિ હતી.

[yop_poll id=1396]

Vivek Oberoi urges people to celebrate victory of PM Modi by watching film PM Narendra Modi on May24

FB Comments

TV9 Web Desk7

Read Previous

UAE ફરવા ગયેલા ગુજરાતના એક પરિવારને નડ્યો ભીષણ કાર અકસ્માત, વડોદરાના દંપતિનું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત

Read Next

PM મોદીના વખાણ કરી કોઈને બચાવવા માંગે છે મુલાયમ સિંહ યાદવ ? તેમના સૌથી જૂના અને મોટા રાઝદારે કર્યો આના વિશે ચોંકાવનારો ખુલાસો

WhatsApp chat