VIDEO: આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલ, અમદાવાદમાં ડેન્ગ્યુ બેકાબુ, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

અમદાવાદમાં વધતાં રોગચાળા અને બિમારીના કેસો વચ્ચે ડેન્ગ્યુ બેકાબૂ બન્યો છે અને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2009થી માંડીને 2019 સુધીમાં સૌથી વધુ કેસ ચાલુ વર્ષે નોંધાયા છે. આ વર્ષે માત્ર 10 મહિનામાં જ 3,345 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કારણે 9 લોકોના મોત પણ થયા છે. સૌથી વધુ કેસો શહેરના શાહીબાગ, બોડકદેવ, ગોતા અને લાંભા વિસ્તારમાં નોંધાયા છે. ડેન્ગ્યુની સાથે ચિકનગુનિયાના 1,085 કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 3,901 કેસ અને ઝેરી મેલેરિયાના પણ 157 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સામે દાખલ કરી ફરીયાદ

શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા છેલ્લા 10 મહિનામાં 12 લાખ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે 21.83 લાખ ઘરમાં મચ્છરોના બ્રીડિંગની તપાસ કરવામાં આવી છે. છતાં પણ રોગચાળો બેકાબૂ બનતાં આરોગ્ય વિભાગની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Three dead as tanker hits two-wheeler, Dadranagar - Tv9 Gujarati

 

 

શહેરમાં ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે અને મનપાના સત્તાધીશો 2022 સુધીમાં શહેરને મેલેરિયા મુક્ત બનાવવાના બણગા ફૂંકે છે. ત્યારે શહેરમાં રોગચાળાનો ભરડો વધતા શહેરીજનોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments