જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની લાંબી કતાર…ડૉક્ટરો પણ બીમારીના બિછાને આપી રહ્યા છે પરીક્ષા

ડેન્ગ્યુના ભરડામાં હવે જામનગર સપડાયું છે. 13 દિવસથી જામનગરમાં ડેન્ગ્યુનો ડંખ એટલો પ્રસર્યો છે કે, ખુદ ડોક્ટરો પણ તેના ભરડામાં આવી ગયા છે. હોસ્પિટલોમાં હવે દર્દીઓ માટે જગ્યાઓ પણ ખુટવા લાગી છે. તંત્ર ડેન્ગ્યુને ડામવા તમામ પૂરતા પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ રોજેરોજ ડેન્ગ્યુના નવા કેસ થતા જ રહે છે.

આ પણ વાંચોઃ ગઢડા ગોપાનાથજી મંદિરના આચાર્ય પક્ષના એસપી સ્વામીની ગાડી પર હુમલો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પશુપાલકો માટે રાહતના સમાચાર! જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘે દૂધમાં કિલો ફેટે રૂ.10નો કર્યો વધારો

જામનગરના ઇતિહાસમાં ક્યારેય ડેન્ગ્યુનો આવો હાહાકાર જોવા નથી મળ્યો. હાલ જામનગર શહેરોનો કોઇ એવો વિસ્તાર નહીં હોય. જ્યાં ડેન્ગ્યુના દર્દીઓ ન હોય. જામનગરમાં ડેન્ગ્યુ બેલગામ બની ચૂક્યો છે. હવે પરિસ્થિતિ તંત્રના હાથની બહાર જઈ રહી છે. કેમ કે ખુદ રેસિડેન્ટ ડોક્ટરો પણ ડેન્ગ્યુની બીમારીમાં સપડાયા છે. અને ડેન્ગ્યુની સારવાર સાથે જ પરીક્ષા આપી રહ્યા છે.

READ  Passing out parade held at the Indian Military Academy, Pune - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડેન્ગ્યુના વધતા કેરને પગલે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આરોગ્ય વિભાગની ટીમોને જામનગરમાં તૈનાત કરવામાં આવી છે. તેમજ શહેરના જૂદા જૂદા વિસ્તારમાં ફોગિંગ, દવાઓનો છંટકાવ, દવા વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત લોકોને પણ ઘર આસપાસ શુદ્ધ પાણી ભરાયેલું ન રહે તે માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી રહી છે.

READ  Mumbai GSB mandal buys insurance worth Rs 227 crore for Kings Circle Ganpati - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments