નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સરકારી બાબુઓ પ્રત્યે વ્યક્ત કરી નારાજગી

Deputy Chief Minister Nitin Patel also expressed his displeasure with the government Officers

રાજ્યના ધારાસભ્યો બાદ હવે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સરકારી બાબુઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. મહેસાણાના એક કાર્યક્રમમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી નિખાલસ કબુલાત કરી. અને ગુજરાતમાં અધિકારી રાજ ચાલતું હોવાનો એકરાર કર્યો. માત્ર એકરાર જ નહીં પરંતુ સાથે સાથે તેઓએ બળાપો પણ ઠાલવ્યો કે, અધિકારીઓ તેમના જેવા પ્રધાનોની વાત પણ સાંભળતા નથી.

READ  ટોલટેક્ષનું બેરિયર તોડીને 5 લોકોને કચડવા તૈયાર ST બસથી માંડ-માંડ બચ્યો જીવ


આ પણ વાંચોઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020ની રજૂઆત સાથે 17 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખુદ નીતિન પટેલને પણ વિકાસના કામો માટે અધિકારીઓની પાછળ દોડવું પડે છે. નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે વિકાસના કામો માટે સતત સરકારી બાબુઓ પાસે પઠાણી ઉઘરાણી કરવી પડે છે. અને કોન્ટ્રાક્ટરથી માંડીને વિકાસના કામ સુધી,,તમામની ખબર રાખવી પડે છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે શું ખરેખર ગુજરાતમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે?? કેમ નાયબ મુખ્યપ્રધાને પણ આ ખુલાસો કરવો પડ્યો.?

READ  ગાંધીનગર: સિરિયલ કિલરની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, વધુ એક હત્યા કરી હોવાનો થયો ખુલાસો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments