રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર ‘ દેશ કે ગદ્દારો કો..ગોલી મારો..’ ના લાગ્યા નારા, પોલીસે કરી ધરપકડ

desh-ke-ghaddaron-ko-goli-maaro-slogans-at-rajiv-chowk-metro-station

ન્ચૂ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 43 લોકો મૃત્યુ થયા છે. અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે. પોલીસ પણ આ મામલે હજુ સતર્ક રીતે કામ કરી રહી છે. ત્યારે આજે 12:30 ક્લાકે દિલ્હીના રાજીવચોક મેટ્રો સ્ટેશન પર કેટલાક લોકો દ્વારા ‘ ગોલી મારો…’ ના નારા લગાવવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે નારા લગાવનારા 6 યુવકને કેદ કરી લીધા છે. અને પૂછપરછ કરી છે.

આ પણ વાંચોઃ રાજ્યસભા ચૂંટણી: ભાજપમાં ટિકિટ મેળવવા માટે લાગી હોડ

મહત્વનું છે કે, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરની એક જનસભામાં પણ દેશ કે ગદ્દારો કો…ગોલી મારો સાલો કો’ના નારા બાદ આ પ્રકારની હરકત સામે આવી છે. મેટ્રો સ્ટેશન પર 6 લોકો આ પ્રકારના નારા લગાવી રહ્યા હતા.

READ  જાણો એવો તો શું કિસ્સો સર્જાયો હતો કે, પ્રિયંકા ગાંધીએ અઢી વર્ષની બાળકી માટે એક ખાનગી પ્લેનની વ્યવસ્થા કરી અને દિલ્હી મોકલ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મેટ્રોના ડિસીપી મુજબ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર 6 યુવકો ‘ દેશ કે ગદ્દારો કો, ગોલી મારો…’ ના નારા લગાવતા હતા. સ્લોગન સાંભળતા જ પોલીસે તેમને હિરાસતમાં લઇને પૂછતાછ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 69મા જન્મદિવસ નિમિત્તે મા નર્મદાના વધામણાં કરવા કેવડિયા કોલોની પહોંચ્યા

 

 

FB Comments