દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર, કુલ 350થી વધુ લોકોના મોત

desh ma corona na dardio ni sankhya 10 hajar ne par kul 350 thi vadhu loko na mot

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,300 કેસ નોંધાયા છે. પાછલા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 352 અને દિલ્લીમાં 356 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. દિલ્લીમાં કોરોનાના કેસનો આંકડો 1,510 પહોંચી ગયો છે.

coronavirus-549-new-patients-increased-in-last-24-hours-number-of-positive-cases-in-the-country

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  26/11 મુંબઈ હુમલો : હેડલી તથા રાણાને ભારત લાવવાની ગતિવિધિઓ થઈ તેજ

જે પૈકી 1,071 કેસ મરકઝ સાથે જોડાયેલા છે. દિલ્લીમાં 24 કલાકમાં 4 સહિત અત્યાર સુધીમાં 30 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે તામિલનાડુમાં કોરોનાના કેસનો આંકડો 1,100ને પાર કરી ગયો છે. રાજસ્થાનમાં પણ 93 નવા કેસ સાથે દર્દીઓનો આંકડો 897 પર પહોંચ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદ: 70 વર્ષના વૃદ્ધ કોરોના સામે જીત્યા જંગ, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

 

દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 350થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના 572 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કુલ 320 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાથી 26 લોકોના મોત થયા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

FB Comments