વિદેશમાં પિકનિક, પ્રવાસ, ફરવાનો કે હનીમૂનનો પ્લાન છે ? તો આ ખબર છે આપના કામની

પિકનિક, પ્રવાસ, ફરવાનો કે હનીમૂનનો પ્લાન બનાવી રહ્યો છો, તો આપના માટે ખુશખબરી છે. ભારતીય ગ્રાહકોને આકર્ષવાનની હોડમાં દેશી-વિદેશી અનેક ઍરલાઇન કંપનીઓ ટિકિટના દર સસ્તા કર્યા છે.

મળતી માહિતી મુજબ ડોમેસ્ટિક પ્રવાસ માટે દેશી કંપનીઓની ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ 899 રૂપિયા અને વિદેશી યાત્રા માટે ટિકિટના દર 3,399 રૂપિયાથી શરુ થઈ રહ્યાં છે. આ રાહતનો ઉદ્દેશ ઍરલાઇન બિઝનેસમાં ચાલતી મંદી વચ્ચે સીટ ભરવાની સાથે-સાથે એડવાંસ સેલ્સ વડે રોકડ એકત્ર કરવાનો પણ છે.

કતર ઍરવેઝ

કતર ઍરવેઝ ઇકોનૉમી અને બિઝનેસ ક્લાસની ટિકિટો પર 35થી 25 ટકા સુધી ડિસકાઉંટ ઑફર કરી રહી છે. ઑફરનો ફાયદો 16 જાન્યુઆરી સુધીના બુકિંગ અને 31 ડિસેમ્બર સુધીની યાત્રા માટે કંપનીની તમામ ફ્લાઇટ્સ પર ઉઠાવી શકાય છે. કતર ઍરવેઝના ચીફ કૉમર્શિયલ ઑફિસર એહાબ અમીને જણાવ્યું કે કંપનીની ફ્લાઇટ્સ સમગ્ર દુનિયાના 160 ડેસ્ટિનેશનલ માટે ઉડાન ભરે છે.

આ પણ વાંચો : ભારતમાં રાહુલને પડકારે છે ‘તુલસી’, અમેરિકામાં આ તુલસી ભલ-ભલા નેતાઓના છક્કા છોડાવવા માટે કરી રહી છે તૈયારી ! જાણો કોણ છે આ તુલસી ?

બ્રિટિશ ઍરવેઝ

બ્રિટિશ ઍરવેઝે પણ જાન્યુઆરી સેલ શરુ કર્યું છે. તેના હેઠળ 100 ડેસ્ટિનેશન્સની ફ્લાઇટ્સની ઇકોનૉમી, પ્રીમિયમ ઇકોનૉમી અને બિઝનેસ કેબિન્સની ટિકિટો પર ડિસકાઉંટ ઑફર્સ કરવામાં આવી રહ્યું છે. લંડનની રિટર્ન ટિકિટ 43,799 રૂપિયામાં મળી રહી છે અને આ સેલ 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. જ્યાં સુધી ટ્રાવેલ પીરિયડની વાત છે, તો આ ડેસ્ટિનેશન અને કેબિનના આધારે જુદો-જુદો છે.

આ પણ વાંચો : 12 જાન્યુઆરીનું રાશિ ફળ : કોના પર મહેરબાન રહેશે સિતારાઓ અને કોણ બનશે માનસિક અશાંતિનો ભોગ ? જાણો શું કહે છે ટૅરો કાર્ડ ?

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

એતિહાદ ઍરવેઝ

અબુ ધાબીની એતિહાદ ઍરવેઝનું ગ્લોબલ સેલ પણ ચાલી રહ્યું છે. તેમાં ભારતથી અબુ ધાબી, અમેરિકા, યૂરોપ, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકાના પ્રવાસે જનારાઓને ટિકિટ પર ડિસકાઉંટ આપવામાં આવી રહ્યું છે. એતિહાદે એક નિવેદનમાં જણાવ્યું, ‘29 જાન્યુઆરીથી 29 માર્ચ, 2019ના પ્રવાસ ગાળા માટે ઇકોનૉમી ક્લાસની ટિકિટો પર 35 ટકા, જ્યારે બિઝનેસ ક્લાસની ટિકિટો પર 20 ટકા ડિસકાઉંટ આપવામાં આવી રહ્યું છે. 30 માર્ચ, 2019 બાદથી 2 મે સુધી ટ્રિપની સમાપ્તિ વાળી ઇકોનૉમી ટિકિટો પર 10 ટકા, જ્યારે બિઝનેસ ટિકિટો પર 20 ટકા ડિસકાઉંટ આપવામાં આવી રહ્યું છે.’ એતિહાદ ઍરવેઝ હાલમાં ભારતથી 154 સાપ્તાહિક ફ્લાઇટ્સ સંચાલિત કરે છે અને આ ટિકિટ અમદાવાદ, બેંગાલુરૂ, ચેન્નઈ, કોચીન, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, કોઝિકોડ, મુંબઈ તથા તિરુવનંતપુરમના કંપનીની તમામ 10 ગેટવે સિટીઝથી સંચાલિત થાય છે.

ઇંડિગો, ગો ઍર અને જેટ ઍરવેઝ

ઇંડિગો પણ પોતાના તમામ નેટવર્કો પર 31 જાન્યુઆરી સુધી ટિકિટોના દરની શરુઆત 899 રૂપિયાથી કરી રહી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેની ટિકિટના દર 3,339 રૂપિયાથી શરુ થઈ રહ્યાં છે. સેલની ટિકિટ 24 જાન્યુઆરીથી 15 એપ્રિલ વચ્ચેના પ્રવાસ માટે ખરીદી શકાય છે. ગો ઍરનું પણ શુક્રવાર સુધી સેલ ચાલી રહ્યું છે. તેમાં 25 જાન્યુઆરીથી 29 સપ્ટેમ્બર વચ્ચે પ્રવાસ માટે ટિકિટ 999 રૂપિયાની સ્ટાર્ટિંગ કિંમત પર ઉપલબ્ધ છે. બીજી બાજુ રોકડ સંકટ સામે ઝઝૂમી રહેલી વધુ એક દેશી ઍરલાઇન જેટ ઍરવેઝનું પણ સેલ ચાલી રહ્યું છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Farmers stage protest against new TP scheme announced by Surat Urban Development Authority

FB Comments

Hits: 167

Comments are closed, but trackbacks and pingbacks are open.