VIDEO મેઘરાજાની તોફાની ઈનિંગ: કલ્યાણપુરમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ, ભાણવડમાં સાંબેલાધાર 9 ઈંચ વરસાદ

આસો મહિનો શરૂ ચૂક્યો છે છતાં મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લેતા. રવિવારે હાલાર પંથકમાં મેઘરાજાએ રીતસરની બઘડાટી બોલાવી દીધી હતી. હાલારના કલ્યાણપુરના ગ્રામ્ય પંથકમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે ભાણવડમાં 9 ઈંચ, ખંભાળિયામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે દેવભૂમિ દ્વારકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. સાવચેતીના ભાગરૂપે આજે દેવભૂમિ દ્વારકાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

READ  દિલ્હીમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની બેઠક, શિવસેનાને સમર્થન આપવા મુદ્દે સમીક્ષા

આ પણ વાંચો: VIDEO: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ

તો આ તરફ જામનગરમાં 4 ઈંચ, કાલાવાડમાં 3, લાલપુરમાં 4, જામજોધપુરમાં 5, ધ્રોલમાં 3, જોડિયામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.. કચ્છના મુંદ્રામાં પણ 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: નકલી PUC કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ, પોલીસે 4700થી વધુ કોરા નકલી PUC કર્યા કબ્જે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments