જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો…પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા

Devotees full of fervor on 3rd day of Maha Shivratri fair in Bhavnath temple, Junagadh

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો ચાલી રહ્યો છે. ભવનાથ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે આ પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા છે. સાધુ, સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ભવનાથના જંગલ વિસ્તારમાં કુલ 550 રાવટીઓ લગાવવામાં આવી છે. ગુજરાતના તમામ મોટા સંતો, આશ્રમો અને જ્ઞાતીઓની રાવટીઓમાં 24 કલાક જમવાની સુવિધા ઉપરાંત સ્નાન અને ભજનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

READ  VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી

આ પણ વાંચોઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન!

જૂનાગઢના ભવનાથમાં અનેક આશ્રમો તો છે જ. પરંતુ લાખો લોકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે વેરાન જગ્યા પર તત્કાલ સુવિધાસભર આવાસ કે રહેઠાણ ઉભા કરાય છે, તેને રાવટી કહેવામાં આવે છે. આ રાવટીઓ માટે ભવનાથ મેળાના 10 દિવસ પહેલા જગ્યા ફાળવી દેવામાં આવે છે. જેમાં અમુક રાવટીવાળાઓ તો છેલ્લા પચાસ વર્ષથી અહીંયા રાવટી લઈને આવે છે. મહત્વનું છે કે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે આ રાવટીઓ માટે સેવાભાવી લોકો જૂનાગઢમાં ધામા નાખે છે.

READ  શુક્રનો થઈ રહ્યો છે ધનમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે, તો તમારા જીવનમાં ખુશીઓ, આનંદ અને ઉલ્લાસ ભરી દેશે શુક્ર !

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments