ગુજરાતમાં હાજર છે દુનિયાનું સૌથી અનોખું મંદિર જ્યાં મહિલાઓ શિવલિંગને ચઢાવે છે જીવતા કરચલા અને બદલામાં મેળવે મનોવાંચ્છિત વરદાન, જુઓ VIDEO

તાપી નદી કિનારે વસેલી સુરત ધાર્મિક નગરી પણ છે. અહીં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. ત્યારે સુરતમાં જ આવેલા એક મંદિરમાં વર્ષોથી પ્રથા ચાલતી આવી છે મહાદેવને જીવતા કરચલા ચઢાવવાની. ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં વર્ષમાં એક વાર કરચલા ચઢાવીને માનતા પૂરી કરવામાં આવે છે.

ભારતમાં લોકો પોતાની માનતા પૂરી કરવા માટે અનેકો બાધા રાખતા હોય છે અને જ્યારે આ માનતા પૂરી થાય ત્યારે લોકો મંદિરે જઇને ભગવાનને શ્રધ્ધાથી કંઇને કંઇ ભેંટ સ્વરૂપે ધરતા હોય છે. ત્યારે સુરતમાં આવેલા રામનાથ ઘેલા મંદિરની વર્ષોથી એક અનોખી પ્રથા ચાલતી આવી છે. અને આ પ્રથા છે મહાદેવને જીવતા કરચલા ચઢાવવાની. પોષ વદ એકાદશીના દિવસે મહાદેવને માનતા પૂરી થાય એટલે જીવતા કરચલા ચઢાવવાની પ્રથા છે.
એક એવી માન્યતા છે કે અહીં ભગવાન રામે 14 વર્ષનાં વનવાસ દરમ્યાન આ મંદિરમાં આશરો લીધો હતો. અને અહિં શિવલિંગની સ્થાપના કરી છે. ભગવાન રામે અહીં રાજા દશરથનું શ્રાધ્ધ કરવાની ઇચ્છા ધરાવી હતી. પણ બ્રાહ્મણ નહીં હોવાના કારણે તેઓ નિરાશ થયા હતાં. તે દરિયાન સમુદ્રદેવને ભગવાન રામ અહીં હોવાની જાણ થઇ હતી અને તેઓ અહીં ભગવાનને જોવા પ્રગટ થયાં હતાં. તેમને જોઇને તેઓ ઘેલા થઇ ગયાં હતાં જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યું હતું. અને બાદમાં રામ ભગવાન અહીં વિધી કરી રહ્યા હતાં તે દરમિયાન દરિયામાં ભરતીનાં લીધે જળચર પ્રાણીઓ અહીં આવી ગયાં હતાં ત્યારે સમુદ્રદેવે આ જળચર પ્રાણીઓનો ઉધ્ધાર કરવા રામ ભગવાનને વિનંતી કરી હતી અને ત્યારે રામે એવું કહ્યું હતું કે જે વ્યક્તિ શિવલિંગ પર કરચલા ચઢાવશે તેનાં તમામ દુખ:દર્દ દૂર થશે. ત્યારથી રામનાથ ઘેલા મંદિર કરચલા ચઢાવવાની પ્રથા ચાલતી આવી છે.
ખાસ કરીને લોકોમાં માન્યતા છે કે કાનની તકલીફ હોય કે અન્ય બીજી કોઇ પણ મુશ્કેલી. એક વાર અહીં બાધા રાખો તો જરૂરથી પૂરી થાય છે. આ જ કારણ છે કે લોકો દૂર દૂરથી અહીં કરચલા ચઢાવવા માટે આવે છે. વર્ષમાં એક જ વાર આવતી આ તકનો લાભ અચૂકથી લે છે. વર્ષોથી અહીં આ જ દિવસે મેળો પણ ભરાય છે અને માત્ર સુરત જ નહીં પણ બહારગામથી પણ લોકો અહીં દર્શન કરવા અને કરચલાથી મહાદેવની પૂજા કરવા માટે આવે છે.

જુઓ VIDEO:

જ્યાં શ્રધ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શું જરૂર. બસ,ભક્તોની આ માનતા છે જે વર્ષોથી ચાલતી આવી છે. અને આ પહેલું એવું મંદિર હશે જ્યાં મહાદેવને ફૂલ-હાર તેમજ દૂધ-નાળિયેરની સાથે લોકો જીવતા કરચલા ચઢાવીને પોતાની અનોખી ભક્તિ દર્શાવે છે.

[yop_poll id=937]

READ  પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય તો સુરતના આ મંદિરમાં ચઢાવો સિગરેટ, જાણો ભૂતમામાના આ અનોખા મંદિર વિશે

Sex racket busted, 3 tv actresses rescued in Mumbai| TV9News

FB Comments