‘ધક ધક ગર્લ’ માધુરી જાણો કઈ પાર્ટીમાં જોડાઇને લડશે 2019ની લોકસભાની ચૂંટણી ?

Madhuri Dixit

Madhuri Dixit

ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભી ચૂંટણી માટે નવા નવા ઉમેદવારોનો નામ સામે આવી રહ્યા છે. બૉલિવૂડ સ્ટાર માધુરી દિક્ષીતને પૂનાની લોકસભા ટિકીટ આપે તેવી શક્યતા છે. ભાજપનાં સુત્રોએ જણાવ્યું છે કે, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ થોડાં મહિનાઓ પહેલા મુંબઇમાં માધુરી દિક્ષીતને મળ્યા ત્યારે નરેન્દ્ર મોદીની સરકારની સિદ્ધિઓથી અવગત કર્યા હતા.

આ પણ વાંચો : ઉ.પ્રદેશના સાંસદ સાવિત્રી બાઈ ફુલેએ રાજીનામું આપી ભાજપને જ ચોંકાવી દીધા, લગાવ્યો ગંભીર આરોપ

ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, પૂનાની લોકસભા બેઠક માટે માધુરી દિક્ષીતનું નામ પંસદ કરવામાં આવ્યું છે. ભાજપ આ મામલે ગંભીર રીતે વિચારી રહ્યું છે કે માધુરી દિક્ષીતને ટિકીટ આપવી કે નહીં. હાલમાં આ બેઠક તેમના માટે યોગ્ય રહેશે તેવું તારણ સામે આવ્યું છે.

શા માટે ભાજપે માધુરી દિક્ષીતને ટિકીટ આપવાનો વિચાર કર્યો ?

આ અંગે ભાજપના નેતાએ જણાવ્યું કે, આ એક રણનીતિનો ભાગ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે આ રણનીતિ અપનાવી હતી. આ અગાઉ સ્થાનિક ચૂંટણીઓમાં સિટીંગ સભ્યોને ટિકીટ આપી નથી તેમજ નવા નિશાળીયાઓને ઉતાર્યા જેમાં સફળતા મળી હતી. જો તમે નવા ઉમેદવારને ચૂંટણી લડાવશો તો લોકો તેની ટીકા કરશે નહીં.


બૉલિવૂડ 51 વર્ષની માધુરી દિક્ષીતે અનેક હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં પૂનાની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. ભાજપનાં ઉમેદવાર અનિલ શિરોલએ આ બેઠક પર કોંગ્રેસના વિશ્વજીત કદમને ત્રણ લાખ મતોથી જીતી હતી.

[yop_poll id=”143″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Death toll in fire at at a coaching centre in Sarthana area rises to 21- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

ઈન્સ્ટાગ્રામ પર કોઈને ફૉલો નથી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, છતાં પણ છે વિશ્વના સૌથી પોપ્યુલર નેતા!

Read Next

‘સોના કરતાં ઘડામણ મોંઘી’ જેવી સ્થિતિ, 1 રૂપિયાના સિક્કો બનાવવા પાછળ થાય છે આટલો ખર્ચ !!!

WhatsApp chat