વલસાડના ધરમપુરમાં 2 કલાકમાં પડ્યો 2 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખતા વલસાડના ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત ત્રણ દિવસથી અહિં મેઘ મહેર થઇ રહી છે. છેલ્લા 2 કલાકમાં આ વિસ્તારમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: VIDEO: ગીરના ડુંગર ઉપર 20થી વધુ સિંહો નીકળ્યા લટાર મારવા, VIDEO થયો વાયરલ

ઉપરવાસમાં ભારે વરસાદથી મોટાભાગના નદી નાળાઓ બેકાંઠે વહી રહ્યા છે. જિલ્લામાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ કપરાડામાં 7.64 ઇંચ વરસાદ તેમજ ધરમપુરમાં 6.72 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડમાં 1.48 ઇંચ, વાપીમાં 1.34 ઇંચ અને પારડીમાં 2.24 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  નાફેડના વાઈસ ચેરમેન દિલિપ સંઘાણીએ લોકોને આપી વિચિત્ર સલાહ! તેલના ભાવ ઘટાડાની વાત પાન-માવા સાથે સરખાવી

 

FB Comments