SA સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મળવા પહોંચેલા મહેન્દ્રસિંહ ધોનીના પેન્ટની થઈ રહી છે ચર્ચા

સાઉથ આફ્રિકાની સામે જ્યારે ભારતીય ટીમે રાંચીમાં ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ જીતી, ત્યારે ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે મહેન્દ્ર સિંહ ધોની પણ મેદાનમાં પહોંચ્યા હતા. ધોનીએ ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે નવા ક્રિકેટરોને મહત્વપૂર્ણ ટિપ્સ આપી પણ તે દરમિયાન સૌથી વધારે ચર્ચા થઈ મહેન્દ્રસિંહ ધોનીએ પહેરેલા પેન્ટની, જાણકારોના મત મુજબ ધોનીએ જે પેન્ટ પહેર્યુ હતું તેની બજાર કિંમત લગભગ 1.13 લાખ રૂપિયાની આસપાસ છે.

READ  સતર્ક રહો, કોરોના મુક્ત રહો! રાજયમાં કોરોના સામે સરકાર સજ્જ

BCCIએ પણ તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં ધોની ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં નજરે આવી રહ્યા છે. તેમની સાથે ઝારખંડના લોકલ બોય શાહબાજ નદીમ પણ છે. જેમને ધોની કંઈક ટિપ્સ આપતા નજરે આવી રહ્યા છે. આ તસવીરમાં ક્રિકેટ ફેન્સ ધોનીના આ પેન્ટને સાફ જોઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ધોની મેદાનમાં બ્લેક ટી-શર્ટ અને વાઈટ કલરનું કોટન પેન્ટ પહેરીને આવ્યા હતા. ધોનીનું આ પેન્ટ ઈટાલિયન બ્રાન્ડ વરસાચેનું છે. ગોલ્ડ ટોન વાળું મેડૂસા લોગો ટ્રેક પેન્ટની કિંમત 1588 ડોલર એટલે કે લગભગ 1.13 લાખ રૂપિયા છે.

READ  મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઈ પાર્ટીને કેટલી સીટ?, જાણો એક્ઝિટ પોલના આંકડાઓ વિશે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમમાં માત્ર ધોની જ નહીં પણ ટીમના અન્ય ક્રિકેટર પણ મોંઘી વસ્તુઓ પહેરવાને લઈને જાણીતા છે. થોડા દિવસ પહેલા જ હાર્દિક પંડયા લગભગ 80 લાખ રૂપિયાની ઘડીયાળ સાથે જોવા મળ્યા હતા. જ્યારે તે લંડનમાં તેમની સારવાર કરાવી રહ્યા હતા.

READ  ભારતીય ટીમ માટે ખુશખબરી, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા આ સલામી બેટસમેન થઈ ગયો ફિટ
Oops, something went wrong.
FB Comments