500 કરોડના ડાયમંડના ગણેશજીના કરો દર્શન, જુઓ VIDEO

સુરત ડાયમંડ સિટી તરીકે પ્રસિદ્ધ છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગકાર રાજેશ પાંડવ દ્વારા 27.74 કેરેટના 500 કરોડના ગણેશજીની દર વર્ષે પૂજા કરવામાં આવે છે. આ ડાયમંડ 2005માં દક્ષિણ આફ્રિકાના કોંગોથી મળ્યો હતો. ડાયમંડને અદ્દલ ગણેશ પ્રતિમાની જેમ જમણી સૂંઢ, બે પગ, હાથ તથા એક દાંત છે. આ ડાયમંડ પર કોઈ પ્રકારનું મેનમેઇડ વર્ક કરાયું નથી, છતાં સ્વ્યંભૂ શ્રીજીની પ્રતિકૃતિ નિર્માણ કરાયું છે. આ અલૌકિક ડાયમંડના શ્રીજીની ઉંચાઇ 24.11 મીમી અને પહોળાઇ 16.49 મીમી છે. સુરતના રાજેશ પાંડવનો પરિવાર પાછલા 12 વર્ષથી ગણેશ ચતુર્થીના પર્વે ડાયમંડના ગણેશ બિરાજમાન કરે છે અને 500 કરોડનું મૂલ્ય ધરાવતાં ડાયમંડના ગણેશજીની પૂજા કરે છે.

READ  ખેડૂતોમાં જોવા મળ્યો રોષ! મગફળીની નોંધણી પ્રક્રિયામાં વ્યવસ્થાના અભાવનો આરોપ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ઈન્ટરનેટ વગર પણ ફેલાવી રહ્યા છે આતંક!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પર્યટકો ભરેલી જીપની પાછળ પડ્યો ડાલામથ્થો સિંહ, VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ

 

[yop_poll id=”1″]

FB Comments