આ જાણીતી ACTRESSનું એક ડાયરેક્ટરે કર્યુ હતું SEXUAL HARASSMENT, પણ તેને છેક 3 વર્ષે સમજાયું કે તેનું યૌન શોષણ થઈ રહ્યુ હતું: જુઓ VIDEO

ચર્ચિત મુદ્દાઓ પર બેબાક ટિપ્પણી માટે પ્રખ્યાત અભિનેત્રી સ્વરા ભાસ્કરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

સ્વરાએ શુક્રવારે એક કાર્યક્રમમાં કહ્યું, ‘એક ડાયરેક્ટરે મારું યૌન શોષણ કર્યુ હતું, પરંતુ હું આ વાત લાંબા સમય બાદ સમજી શકી.’

જોકે સ્વરાએ કોઈ ડાયરેક્ટરનું નામ ન લીધું, પણ એટલું ચોક્કસ કહ્યું કે કામ દરમિયાન તેની સાથે આ થયું.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

સ્વરાએ કહ્યું કે તેને સમજવા અને કોઈની સાથે શૅર કરવામાં મને ત્રણ વર્ષ લાગી ગયાં. સ્વરાએ કહ્યું કે છોકરીઓને ઘણી વખત ખબર જ નથી પડતી કે તેમની સાથે જો થઈ રહ્યું છે, તે ખોટું છે.

READ  CCTV: વાપીમાં ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને લીધા અડફેટે, દંપતીનું ઘટનાસ્થળે નિપજ્યું મોત

સ્વરાએ કહ્યું, ‘એક ડાયરેક્ટરે મારું યૌન શોષણ કર્યું. આ વાતનો અહેસાસ કરવામાં મને ઘણા વર્ષ લાગી ગયાં. આ પ્રકારના ખરાબ અનુભવ વિશે એક પૅનલમાં વાત કરતાં સાંભળ્યું, ત્યારે જઈને મને અહેસાસ થયો કે મારી સાથે ત્રણ વર્ષ પહેલા જે થયુ હતું, સેક્સ્યુઅલ હૅરેસમેંટ હતું.’

સ્વરા જે કાર્યક્રમમાં બોલી રહી હતી, તે કાર્યક્રમમાં દીયા મિર્ઝા પણ તેની સાથે હતી. સ્વરાએ કહ્યું, ‘છોકરીઓને યૌન ઉત્પીડન યુક્ત વ્યવહાર ઓળખવાનું શિક્ષણ નથી અપાતું. તેથી ઘણી વખત તેઓ સમજી નથી શકતી કે સામી વાળી વ્યક્તિ તેમની સાથે જે વ્યવહાર કરી રહી છે, તે યોગ્ય નથી. કાર્યસ્થળો પર મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર એક મોટી સમસ્યા છે. માત્ર ફિલ્મ જ નહીં, પણ બીજા વ્યવસાયોણાં પણ મહિલાઓ માટે કામ કરવું કોઈ આસાન કામ નથી.’

READ  BIG BREAKING: ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ, જુઓ VIDEO

હાર્દિકના ટેકામાં બોલી સ્વરા, ‘મૂર્ખ હોવું ગુનો નથી’

સ્વરા ભાસ્કર ચર્ચિત મુદ્દાઓ પર ટિપ્પણીઓ કરતી રહે છે. તેણે હાલમાં વિવાદોમાં ઘેરાયેલા ક્રિકેટર હાર્દિક પંડ્યાનો ખુલ્લો સાથ આપ્યો છે. સ્વરા ભાસ્કરે હાર્દિક પડ્યાની બાબતમાં કોર્ટની પ્રતિક્રિયા સાથે જોડાયેલી એક ખબર ટૅગ કરતા ટ્વીટ કરી લખ્યું, ‘હું એક કટ્ટર મહિલાવાદી છું, પણ શું સાચે જ મૂર્ખ હોવું ગુનો છે ? શું આપણી અદાલતો પાસે બીજુ કોઈ કામ નથી.’

READ  પાકિસ્તાનના આ ખેલાડીને નથી મળતુ PCBમાં કામ? BCCI પાસે કામ માટે લંબાવ્યો હાથ

આપ પણ વીડિયો જોઈ સાંભળો :

https://dai.ly/x70x6h9

[yop_poll id=677]

Oops, something went wrong.
FB Comments