VIRAL કેટલું રીઅલ ? શું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે તો સૂર્યની દિશા બદલી દેશે ?

સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં આ ચોંકાવનારો દાવો થઈ રહ્યો છે. દાવો છે કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં એવું કીધું કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે તો સૂર્યની દિશા બદલી દઈશ. ત્યારે આ વાયરલ થઈ રહેલો આ વીડિયો સાચો છે કે ખોટો. જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં.

દરેક પાર્ટી ચૂંટણી પહેલા જાહેર સભા યોજતી હોય છે અને જાહેર સભામાં વિરોધી પક્ષના નેતાઓ પર નિશાન સાધે છે ત્યારે ઘણીવાર બોલવામાં બફાઈ પણ જતું હોય છે. રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ જે કહ્યું તે સાંભળી લોકો હસવું રોકી શકતા નથી. ત્યારે આવો આપને પણ સંભળાવી દઈએ રાહુલ ગાંધીનું વાયરલ ભાષણ.

જુઓ વીડિયો : 

વાયરલ થઈ રહેલા આ વીડિયોને શેર કરી લોકો રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહ્યા છે. વીડિયોને જોતા સ્પષ્ટ રીતે કહી શકાય છે કે રાહુલ ગાંધી જાહેર સભામાં ભાષણ આપી રહ્યા છે, પાછળ એક સુરક્ષાકર્મી પણ જોવા મળે છે પરંતુ ત્યારે જ રાહુલ ગાંધી જે બોલે છે તે સાંભળી લોકોના આશ્ચર્યનો પાર રહેતો નથી.

હવે રાહુલ ગાંધી સૂરજની દિશા બદલવાની વાત કરે અને સોશિયલ મીડિયામાં લોકો કોમેન્ટ ન કરે તો કેમ ચાલે. આલોક સિંહે પોસ્ટ કરતા લખ્યું ”રાહુલ ગાંધીનું વધુ એક કારનામું, સૂરજની દિશા બદલી દેશે”

Rahul Gandhi viral video

બીજા મેસેજમાં એવું લખવામાં આવ્યું કે ‘બટાકામાંથી સોનુ બનાવવાની વાત જૂની થઈ, આ હવે નવું આવ્યું છે, આખરે સુરેન્દ્ર સિંહે પણ આલૂ અને સોનાની વાત કરી અને કહ્યું નવો ડાયલોગ માર્કેટમાં આવ્યો છે. અગાઉ ગુજરાત વિધાસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ પાટણમાં એક જાહેર સભા સંબોધી હતી જેમાં બટાટામાંથી સોનુ કાઢતી મશીનની વાત કરવામાં આવી હતી પરંતુ આ શબ્દો પીએમ મોદીએ કહ્યા હોવાનું રાહુલ ગાંધીએ કહ્યું હતું.

Rahul Gandhi viral video

વાયરલ વીડિયોની તપાસ હાથ ધરવામાં આવી.જેમાં વીડિયોને લઈને અમુક સવાલો થઈ રહ્યા હતા કે, શું વાસ્તવમાં રાહુલ ગાંધીએ આવું નિવેદન આપ્યું હતું ? વાયરલ વીડિયો ક્યાંનો છે ? રાહુલ ગાંધીએ સૂરજની દિશા બદલવાની વાત કેમ કરી ? વીડિયોનો દાવો સાચો છે કે ખોટો ? આ સવાલો સાથે અમે વીડિયોની તપાસ આગળ વધારી.

વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે યુટ્યુબમાં તપાસ હાથ ધરી જેમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના જ યુટ્યુબ ચેનલમાં અમે આ વીડિયોની શોધ કરી. અમને રાહુલ ગાંધીના ભાષણના ઘણા વીડિયો જોવા મળ્યા જેમાંથી 9 નવેમ્બર 2018નો એક વીડિયો સામે આવ્યો. જેમાં રાહુલ ગાંધીની પાછળ એજ સુરક્ષાકર્મી છે જે વાયરલ વીડિયોમાં પણ જોવા મળે છે અને આખરે અમને એ લાઈન મળી જે રાહુલ ગાંધી વાયરલ વીડિયોમાં બોલી રહ્યા હતા. વીડિયોની તપાસમાં સામે આવ્યું કે, રાહુલ ગાંધી પીએમને સંબોધીને આ વાક્ય કહી રહ્યા હતા.

જુઓ વીડિયો : 

તો હવે આપને વાયરલ વીડિયોની સમગ્ર હકીકત બાબતે જણાવી દઈએ. વાયરલ વીડિયો છત્તીસગઢની સભાનો છે જ્યાં રાહુલ ગાંધી PM મોદી વિશે વાત કરી રહ્યા હતા. રાહુલ ગાંધીનું અધૂરું ભાષણ વાયરલ છે. રાહુલ ગાંધીને બદનામ કરવા આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે આમ તમને પણ સમજાઈ ગયું હશે કે રાહુલ ગાંધીની મજાક ઉડાવવા માટે ભાષણના એક નાનકડા ટુકડાને કટ કરીને તેને વાયરલ કરવામાં આવે છે પરંતુ હકીકત કંઈક અલગ જ હોય છે. સૂરજની દિશા બદલવાની વાત પીએમ મોદીએ કરી હતી તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું. પરંતુ રાહુલ ગાંધીએ એ સ્પષ્ટતા પણ ન કરી કે પ્રધાનમંત્રી મોદીએ આખરે આ વાત ક્યાં કરી હતી.

આમ અમારી તપાસમાં વાયરલ વીડિયોનો દાવો ખોટો સાબિત થયો છે..સ્વાભાવિક છે કે ઘણા ભાજપ સમર્થકોમાં આ વીડિયો ખુબજ ટ્રેન્ડ થાય. પરંતુ લોકોએ આ વાયરલ વીડિયોની હકીકત ધ્યાનમાં રાખવાની જરૂર છે નહીંતર લોકો ખોટી રીતે કોઈ પાર્ટીના પ્રોપગેન્ડાનો શિકાર બની શકે છે.

[yop_poll id=244]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

'EPF Employees Sangh' and 'Mazdoor Sangh' hold 1st All India Triennal Conference in Ahmedabad

FB Comments

TV9 Web Desk1

Read Previous

કોંગ્રેસને માત્ર એ 3000 ફોન કૉલ્સે અપાવી જીત! જાણો કોણે કોને અને કેમ કર્યાં હતા એ કૉલ્સ?

Read Next

સુરતના દરેક વાલીએ મુલાકાત લેવા જેવી સરકારી સ્કૂલ! તમારા બાળકને આ સ્કૂલમાં ભણાવવાની થઈ જશે ઈચ્છા! જુઓ VIDEO

WhatsApp પર સમાચાર