અંબાણી પરીવારમાં ખૂશીનો માહોલ, ઈશા કરતા આકાશ અંબાણીના લગ્ન આ સાત કારણોથી અલગ છે

અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આજે લગ્નના બંધનમાં બંધાયા છે. 4 મહિનાની અંદર અંબાણી પરિવારમાં આ બીજા લગ્ન છે. ડિસેમ્બર 2018માં મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન યોજાયા હતા.

જાણો કયા કારણોથી નવા છે આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્ન

1. વેડિંગ કાર્ડ

આકાશ અને ઈશાના લગ્નના વેડિંગ કાર્ડ ‘થીમ કાર્ડ’ હતા. ઈશાના લગ્નનું કાર્ડ લક્ષ્મી માતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું. તેમના કાર્ડમાં લક્ષ્મી માતાનો ફોટો હતો અને આખા કાર્ડને કમળના ફુલોથી સજાવ્યું હતું. ત્યારે આકાશના લગ્નના કાર્ડમાં રાધા-કૃષ્ણની થીમમાં બનાવવામાં આવ્યું છે. કાર્ડમાં રાધા-કૃષ્ણની થીમમાં બનાવ્યું છે. કાર્ડમાં રાધા કૃષ્ણનો એક ફોટો પણ છે.

READ  ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલના ચુકાદાથી મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ઝટકો

2. બેચલર પાર્ટી

આકાશ અંબાણીની બેચલર પાર્ટી ખુબ શાનદાર રીતે ઉજવવામાં આવી હતી. સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલી પાર્ટીમાં 500 લોકો સામેલ થયા હતા. બોલિવુડના તમામ લોકો હાજર રહ્યાં હતા. આકાશની બેચલર પાર્ટી પછી મહેતા અને અંબાણી પરિવારે મળીને હેરી પોટર થીમ પણ રાખી હતી. જ્યારે ઈશા અંબાણીના લગ્નમાં આવી કોઈ પાર્ટી રાખવામાં આવી નહોતી.

3.અન્ન સેવા

ઈશા અંબાણીના લગ્ન દરમિયાન ઉદયપુરમાં અન્ન સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 5100 લોકોને જમાડવામાં આવ્યા હતા. જ્યારે આકાશના લગ્ન પહેલા પણ અન્ન સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પણ આ પ્રોગ્રામ જિયો વલ્ડૅ સેન્ટરમાં હતો. ત્યાં અંબાણી અને મેહતા પરિવારે મળીને 2000 બાળકોને જમાડયા હતા. આ કાર્યક્રમ 6થી 13 માર્ચ સુધી ચાલશે.

READ  અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ પણ આ દિવસે ઉજવશે દિવાળી, જાણો વિગત

4.સંગીત સેરેમની
ઈશા અંબાણીના લગ્નમાં સંગીત સેરેમની ખુબ ગ્રાન્ડ થઈ હતી. ઉદયપુરમાં થયેલ પાર્ટીમાં આખું બોલિવુડ હાજર રહ્યું હતુ. બધાએ ડાન્સ કર્યો હતો. ત્યારે આકાશના લગ્નમાં આ ફંકશન મુંબઈમાં કર્યું છે.

5.લગ્ન સેરેમની
ઈશા અંબાણીના લગ્ન મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયામાં કરવામાં આવ્યા હતા. જ્યારે આકાશના લગ્ન મુંબઈ સ્થિત જિયો વલ્ડૅ સેન્ટરમાં થશે.

6. રિસેપ્શન પાર્ટી
ઈશા અંબાણીના લગ્નમાં 2 રિસેપ્શન પાર્ટી કરવામાં આવી હતી. એક પીરામલ પરિવારે આપી હતી, બીજી અંબાણી પરિવારે આપી હતી. જ્યારે આકાશ અને શ્લોકાના લગ્ન પછી એક જ રિસેપ્શન પાર્ટી કરવામાં આવશે.

READ  પાક વીમાની મુશ્કેલીઓ અંગે ખેડૂતો ખેતી નિયામકને કરશે રજૂઆત, જુઓ VIDEO

7. પોલિસને આપી મિઠાઈ
મુકેશ અંબાણીએ તેમના પુત્રના લગ્ન પહેલા મુંબઈ પોલિસના કર્મચારીઓને 50 હજાર મિઠાઈના બોક્સ મોકલ્યા છે. મુંબઈના દરેક પોલિસ સ્ટેશનમાં આ બોક્સને મોકલવામાં આવ્યા છે. જ્યારે ઈશાના લગ્નમાં આવું કઈ નથી કરવામાં આવ્યું.

8.સમાનતા
ઈશા અને આકાશના લગ્નમાં સમાનતા એક છે કે અંબાણી પરિવારથી સંબંધ જોડનારા પિરામલ અને મહેતા બંને પરિવાર ગુજરાતી છે. બંને ઉદ્યોગપતિ પરિવાર છે. પિરામલ અને મહેતા પરિવારને અંબાણી પરિવાર સાથે જુનો સંબંધ પણ છે.

How are you, Mr. President ? Will Donald Trump inaugurate Motera stadium? | Ahmedabad

FB Comments