આમિર ખાન સાથે કામ કરી ચૂકેલી જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા

dil to happy hai ji actress sejal sharma commit suicide aamir khan sathe kam kari chukeli janiti actress e kari aatmahatya

ટેલીવિઝનની જાણીતી અભિનેત્રી સેજલ શર્માએ શુક્રવારે આત્મહત્યા કરી લીધી છે. સેજલ શર્મા સ્ટાર પ્લસના શો ‘દિલ તો હેપ્પી હે જી’માં સિમ્મી ખોસલાના પાત્ર માટે જાણીતી હતી. પોલીસનું કહેવું છે કે સેજલે શુક્રવારે મીરા રોડ સ્થિત તેમના ઘર પર આત્મહત્યા કરી લીધી. હાલમાં તેમની આત્મહત્યાનું કરવાનું કારણ જાણવા મળ્યું નથી પણ કહેવામાં આવી રહ્યું છે કે સેજલ શર્માની પર્સનલ લાઈફમાં કઈ ઠીક નહતું ચાલી રહ્યું.

 

READ  મુસાફરો ભરેલી રિક્ષા દોડી રહી છે રેલવે પ્લેટફોર્મ પર! VIDEO થયો વાયરલ

પોલીસે મૃતદેહને કબ્જામાં લઈ લીધો છે. તેને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ કરી રહી છે. ‘દિલ તો હેપ્પી હે જી’ સેજલ શર્માનો પ્રથમ ટીવી શો હતો. તેમાં પાત્ર મેળવીને તે ખુબ ખુશ હતી. સેજલ ભલે પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખુશ હતી પણ તેની પર્સનલ લાઈફમાં કઈ બરાબર નહતું ચાલી રહ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  "દિવાળી પર સન્નાટો" નવા વર્ષે જ શિવસેનાના ભાજપ પર તીખા પ્રહાર! જુઓ VIDEO

Sejal Sharma commits suicide, मशहूर टीवी एक्‍ट्रेस ने फांसी लगाकर दी जान, आमिर के साथ एड में आई थीं नजर

એક અહેવાલ મુજબ સેજલના મૃતદેહની પાસેથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં તેમને આત્મહત્યાનું કારણ ખાનગી બતાવ્યું છે. સેજલના માતા-પિતાને તેમનું આ કરિયર પસંદ ન હતું, તે છતાં પણ તેમને આ કરિયર પસંદ કર્યુ અને થોડા વર્ષો પહેલા મુંબઈ આવીને રહેવા લાગી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સેજલ રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી હતી. તેને ડાન્સ કરવાનો ખુબ શોખ હતો. તે ફિલ્મોમાં પણ કામ કરવા ઈચ્છતી હતી. સીરીયલમાં કામ કર્યા પહેલા તે ઘણી જાહેરાતોમાં કામ કરી ચૂકી હતી. સેજલ બોલીવુડ અભિનેતા આમિર ખાનની સાથે ‘વીવો’ની જાહેરાતમાં કામ કરી ચૂકી છે.

READ  VIDEO: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો, અમદાવાદ સહિત મોટાભાગના શહેરોનો ગગડ્યો પારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: 71મા ગણતંત્ર દિવસ પર પરેડના ‘ચીફ ગેસ્ટ’ બનશે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો

FB Comments