ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળતાં ‘ગબ્બરે’ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું !!!

Dhawan Test Match_Tv9
Dhawan Test Match_Tv9

ભારતીય ટીમ હાલમાં ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર છે ત્યારે ટી-20 સીરિઝમાં ટીમે સરળતાથી કબ્જો કર્યો છે. જ્યારે આ ટી-20 સીરિઝમાં પ્લેયર ઑફ ધ સીરિઝ રહી ચુકેલા શિખર ધવને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.

ટીમ ઇન્ડિયાના ‘ગબ્બરે’ કહ્યું કે, હાં હું થોડો દુખી હતો પરંતુ હવે હું આગળ વધી ગયો છું અને માનસિક રીતે સારી સ્થિતિમાં છું. હું તમામ સ્થિતિમાં સકારાત્મક થઇને જોવ છું. હું મારી રમતની મજા માણી રહ્યો છું. અહીંથી હું મારી ટ્રેનિંગને માણીશ અને સ્વયંને વધારે ફીટ બનાવવાનો પ્રયત્ન કરીશ. હું ખુશ છું અને હું જ્યારે ખુશ હોવ છું તો વસ્તુઓ મારા માટે સારી સાબિત થાય છે.

READ  વિશ્વ કપમાં મેચ રમતા પહેલા ઈંગ્લેન્ડમાં આ રીતે 'ENJOY' કરી રહી છે ભારતીય ટીમ, જુઓ તસવીરો
Dhawan 1_Tv9
ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાં ધવન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ થયો હતો

આ સાથે જ ધવનને આશા છે કે, ભારત 6 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલ એડીલેડમાં ચાર ટેસ્ટની શ્રૃંખલામાં સારૂ પ્રદર્શન કરશે. ધવને કહ્યું, મને લાગે છે કે, અમારી પાસે અહીંયા સિરીઝ જીતવાની સારી તક છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાણી લો ટીમ ઇન્ડિયાની સ્થિતિ, કોણે મળ્યું છે સ્થાન

આ ઉપરાંત આગામી વર્લ્ડ કપ પર વાત કરતાં ધવને કહ્યું કે, વર્લ્ડ કપમાં હજુ પણ છ મહિનાનો સમય બાકી છે. તેમજ ઇંગ્લેન્ડમાં રમાયેલી બંને ચેમ્પિયન ટ્રોફીમાં મારું વ્યક્તિગત પ્રદર્શન સારું રહ્યું છે અને હું આગળ પણ મારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. તેમજ મને કોઈ શંકા નથી કે, અમે વર્લ્ડ કપ લઇને ભારત પરત ફરવા માંગીએ છીએ.

READ  ભારતીય ટીમને વિશ્વ કપ માટે કોચ કરાવી રહ્યા છે 'રાઉન્ડ ધ ક્લોક' તૈયારીઓ, જુઓ VIDEO

[yop_poll id=”60″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments