કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીમાં ટિકિટની વહેચણીને લઈ એક નેતા નારાજ અને એક નેતાએ આપ્યું રાજીનામું

ગુજરાતની 6 વિધાનસભા બેઠકો પર 21 ઓક્ટોબરે યોજાવાની છે. ત્યારે ખેરાલુ બેઠક પર કોંગ્રેસ પ્રચાર શરૂ કરે તે પહેલા જ કોંગ્રેસ નેતાની નારાજગી સામે આવી છે. ખેરાલુ બેઠક પરથી ટિકિટ કપાતા પ્રબળ દાવેદાર અને કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારની નારાજગી સામે આવી છે.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સભ્યપદને પડકારતી અરજીના કેસમાં વકીલને કરોડો રૂપિયાની લાલચ!

જયરાજસિંહે સોશિયલ મીડિયા માધ્યમથી પ્રદેશ મોવડીમંડળ સમક્ષ પોતાની નારાજગી દર્શાવી છે. મહત્વનું છે કે સતત ત્રીજી વખત ટિકિટ કપાતા તેઓ પક્ષના દિગ્ગજ નેતાઓ નારાજ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોંગ્રેસમાં રાહુલ ગાંધી પહેલા મોટી સંખ્યામાં રાજીનામા પડ્યા, દીપક બાબરિયાએ પણ પણ આપ્યું રાજીનામું

તો બીજી તરફ કોંગ્રેસના કાઉન્સિલર બદરૂદ્દીન શેખે તો સીધું રાજીનામું જ ધરી દીધું. બદરૂદ્દીન શેખે બહેરામપુરા કોર્પોરેશનની એક બેઠક પર પેટાચૂંટણીમાં સ્થાનિક નેતાને પાર્ટી ટિકિટ આપે તેવી માગ કરી હતી. જોકે પાર્ટીએ આ બેઠક પર આયાતી ઉમેદવારની જાહેરાત કરતા બદરૂદ્દીન રોષે ભરાયા. અને પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું. જોકે કોંગ્રેસના એક કદાવર નેતાના રાજીનામાં બાદ કોંગ્રેસના નેતાઓમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે પેટા ચૂંટણીમાં મતદાન પહેલા કોંગ્રેસમાં શરૂ થયેલો કકડાટ ક્યાં જઇને અટકે છે તે જોવું રહ્યું.

READ  દાહોદ જિલ્લામાં છેલ્લા 12 કલાકથી સતત પડી રહ્યો છે વરસાદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments