‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ માટે ખુશખબરી, શોમાં ઝડપી જ પરત ફરશે ‘દયાબેન’

ટીવીનો જાણીતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ઝડપી જ દયાબેન એટલે કે દિશા વાકાણી પરત ફરશે. છેલ્લા કેટલાક સમયથી શોમાં દયાનું પાત્ર નિભાવતા દિશા વાકાણીએ પરત ફરવાની વાત કરી હતી. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે દિશા વાકાણી ઝડપી જ શોમાં નજરે પડશે. તેમાં એક મહિના જેટલો સમય લાગી શકે છે.

પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું અમે ખુશ છીએ કે દિશા વાકાણી શોમાં પરત ફરી રહ્યા છે. તેમાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. અમે તેમને વારંવાર શોમાં પરત આવવા માટે કહી રહ્યા હતા પણ તેના માટે તેઓ ત્યાર નહતા. દિશા વાકાણીનું કહેવુ હતું કે તેમની દીકરી હાલમાં નાની છે અને તેથી તેની સાથે તેમને રહેવુ પડે પણ હવે લાગે છે કે તેમને શોમાં પરત ફરવા માટે મન મનાવી લીધુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાશી વિશ્વનાથ કોરિડરના ભૂમિપૂજન બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, ભોલેનાથ પણ અકડાઈ ગયા હતા, તેમની કોઇએ પણ ચિંતા કરી ન હતી

અસિત મોદીએ વધુમાં જણાવ્યું કે દિશા વાકાણી અને પ્રોડક્શન હાઉસની વચ્ચે ક્યારેય કોઈ નેગેટિવ વાત નથી થઈ. અમે તેમને હંમેશા શોમાં પરત આવવા માટે કહી રહ્યા હતા. શોમાં દિશા વાકાણીના પરત ફરવાથી શોના ફેન્સને મોટું સરપ્રાઈઝ મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન, ગામથી દૂર કોતરમાં વીરડા ખોદીને ભરે છે ગંદુ પણી, જુઓ આ VIDEO

 

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલનું દરેક પાત્ર જેઠાલાલ, તારક મહેતા, બબીતા, અંજલી, ચંપકલાલ, ડો.હંસરાજ, આત્મારામ ભિડે, સોનુ, ટપુ વગેરેએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. તે રીતે જ દયાબેનનું પાત્ર પણ લોકોની પસંદગીના પાત્રમાંથી એક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

થોડા દિવસો પહેલા જ ગણેશઉત્સવના એપિસોડમાં જેઠાલાલે તેમની પત્ની દયાબેનને યાદ કર્યા હતા. ત્યારે લોકોને લાગી રહ્યું છે કે દયાબેનની શોમાં પરત ફરવાની એક હિન્ટ છે. ઉલ્લેખનીય છે કે દયાબેનનું પાત્ર નિભાવતા દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શોમાં જોવા નથી મળી રહ્યા. મેટરનિટી લીવ પર ગયા પછી તે શોમાં પરત ફર્યા નથી. હવે તેમના પરત ફરવાની વાતને લઈને તેમના ફેન્સ શોમાં દયાબેનને જોવા માટે રાહ જોઈ રહ્યા છે.

READ  'તારક મહેતા' ફેમ નેહા મહેતાએ અંધજન મંડળમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments