ઈન્ડિગોના સંસ્થાપકોની વચ્ચે શરૂ થયો વિવાદ, વિમાનની ઉડાન પર પડી શકે છે અસર

જેટ એરવેઝના બંધ થયા પછી ભારતના ઉડ્ડીયન સેકટર માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતની સૌથી મોટી એરવેઝ ઈન્ડિગો કંપનીના સંસ્થાપકોની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. ઈન્ડિગોનો કારોબાર રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ દ્વારા શરૂ કર્યો હતો.

તેમની વચ્ચે હાલ સંબંધ સારા નથી. જો તેમની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સમાધાન ના આવ્યુ તો કંપનીની ફ્લાઈટસ પર તેની ખરાબ અસર પડી શકે છે. રાહુલ ભાટિયાને શંકા છે કે રાકેશ ગંગવાલ ઈન્ડિગોમાં કંઈક હેરાફેરી કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ભાટિયાને લાગે છે કે તેમની ટીમને લઈને ગંગવાલ કંપનીમાં તેમની જગ્યા વધારે મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

 

READ  ચક્રવાતને રોકવા ડોનાલ્ડ ટ્રંપે આપી એવી સલાહ છે કે અધિકારીઓના હોંશ ઉડી ગયા

ગયા વર્ષે ઈન્ડિગોના અધ્યક્ષ આદિત્ય ઘોષે કંપનીમાંથી રાજીનામું આપી દીધુ હતુ. ત્યારબાદ ઈન્ડિગોના એક વરિષ્ઠ અધિકારી સંજયકુમારે પણ કંપનીનો સાથ છોડી દીધો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં રોનોજોય દત્તાને ઈન્ડિગોના CEO નિમવામાં આવ્યા છે. દત્તા 2 સુધી એર સહારાના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: અનોખો રાષ્ટ્રધ્વજ બનાવવાના સપનાને પુરૂ કરવા માટે વેચી દીધુ ઘર, હવે છે આ ઈચ્છા

રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ દ્વારા સ્થાપિત ઈન્ડિગોએ 4 ઓગસ્ટ 2006માં દિલ્હીથી સંચાલન શરૂ કર્યુ હતું. 15મેના રોજ કંપનીનો બજાર ભાવ 61,833 કરોડ રૂપિયા હતો. કંપનીનું ડોમેસ્ટિક શેર માર્કેટ 47 ટકા છે. ઈન્ડિગોના 1400 વિમાન દિવસમાં ઉડાન ભરે છે. ઈન્ડિગોમાં રાકેશ ગંગવાલ અને તેમના પરિવારની 36.69 ટકા ભાગીદારી છે. ત્યારે કંપનીમાં રાહુલ ભાટિયા અને તેમના પરિવારની ભાગીદારી 38.26 ટકા છે.

READ  કેમ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નોંધાઈ પોલીસ ફરિયાદ? જાણો વિગત

 

Oops, something went wrong.
FB Comments