VIDEO: દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો

Diu: Leopard entered residential area of Ghogla, trapped diu na ghogla ma bhay felavnara dipda ne van vibhag ni team e panjre puryo

દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને પાંજરે પુરી દેવાયો છે. ઘોઘલા સરકારી આવાસની છત પર આ દીપડો ઘુસી ગયો હતો. જ્યાંથી દીવ પોલીસ પ્રશાસન અને ગુજરાત વન વિભાગની સંયુક્ત ટીમ ઑપરેશન હાથ ધરીને દીપડાને પાંજરે પુરી દીધો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  એર સ્ટ્રાઇકમાં માર્યો ગયેલો યૂસુફ અઝહર કોણ છે, જેના કારણે મસુદ અઝહરને ભારતે છોડવો પડ્યો હતો ?

મળતી માહિતી પ્રમાણે આ દીપડો અગાઉ દીવ બસ સ્ટેન્ડના મેઈન રોડ પર દેખાયો હતો, જ્યાં રાત્રિના સમયે એક પ્રવાસીનું ધ્યાન આ દીપડા પર પડ્યું અને તેણે સાત સેકન્ડનો એક વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ પ્રવાસીએ વીડિયો ચેકપોસ્ટ પર પોલીસને બતાવ્યો હતો. ત્યારે દીપડો ફરતો હોવાનો વીડિયો મળ્યા બાદ પોલીસે અને વન વિભાગે તપાસ શરૂ કરી હતી.

READ  ગુજરાત : રાજ્યસભાની 2 બેઠક જીતવા કોંગ્રેસ ઘડી આ રણનીતિ, ભાજપે કર્યો સવાલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પરંતુ દીપડો ક્યાંય મળ્યો ન હતો. ત્યારબાદ ખબર મળી કે દીપડો દરિયાકિનારે થઈને ઘોઘલા સરકારી આવાસમાં ઘુસ્યો છે. આ જાણ થઈ કે તરત જ દીવ પોલીસ અને ગુજરાત વન વિભાગની ટીમ ઘોઘલા પહોંચી ગઈ હતી અને દીપડાને પાંજરે પુર્યો હતો.

READ  મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહેનત યથાવત્, પરિણામ માટે કરવો પડશે આટલો ઈન્તઝાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: નિકોલમાં રૂપિયા 1.30 કરોડની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પોલીસના સંકજામાં

FB Comments