મોદી સરકારના 10 ટકા સવર્ણ અનામતના કાયદાને મળ્યો પહેલો ન્યાયિક પડકાર, જાણો કઈ કોર્ટે પાઠવી નોટિસ ?

તાજેતરમાં મોદી સરકારના 10 ટકા અનામત લઈને વિવિધ રાજ્યોમાં તેને સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહીછે. ગુજરાત સરકારે મકર સંક્રાતિના દિવસે જ આ અનામત લાગુ કરી દેવાનો આદેશ આપ્યો હતો.

વિવિધ રાજ્યોમાં 10 ટકા આરક્ષણને લાગુ કરવું કે નહીં તેને લઈને વિચારણા ચાલી રહી છે.  હાલમાં ભાજપ શાસિત રાજ્યો આ અનામતને તાત્કાલિક લાગુ કરાવીને મોદી સરકારનું ગરીબો માટે ઐતહાસિક પગલું ગણી રહ્યા છે.

મદ્રાસ હાઈકોર્ટમાં ડીએમકે સંગઠનના સચિવ આર એસ ભારતીએ અરજી કરી હતી. જેને લઈને મદ્રાસ હાઈકોર્ટે તાત્કાલિક આદેશ આપીને મોદી સરકારને 18 ફેબ્રુુઆરી સુધીમાં જવાબ આપવા ફરમાન કર્યું છે.

READ  VIDEO : વરઘોડામાં ઘોડી બોલાવાના છો ? તો સાવચેત થઇ જજો ક્યાંક તમારી સાથે આવુ ન થાય
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
ડીએમકે નેતા આરએસ ભારતી
ડીએમકે નેતા આરએસ ભારતી

ડીએમકેના નેતા આર એસ ભારતીએ કોર્ટમાં  આપેલી અરજીમાં કહ્યું છે કે આરક્ષણ કોઈ ગરીબી નિર્મુલનનો કાર્યક્રમ નથી.  આરક્ષણ  એ  સામાજિક ન્યાયની પ્રક્રિયા છે જેના દ્વારા એવા સમાજને આગળ વધવાનો મોકો મળે છે જેને ઘણાં સમયથી શિક્ષણ અને રોજગાર મેળવવામાં તકલીફ પડી રહી છે.  ડિએમકે નેતા આર એસ ભારતીએ વધુમાં કહ્યું હતું કે આ આર્થિક આધારે આપવામાં આવેલું આરક્ષણ એ એવા લોકોના સમાનતાના અધિકારની વિરુદ્ધ છે જે વરસોથી શિક્ષા અને રોજગારથી વંચિત રહ્યા છે.  આર્થિક આધારે અનામત આપવું તે સંવિધાનના સમાનતાના અધિકારની વિરુદ્ધ છે.

READ  ભારત પાકિસ્તાનના યુદ્ધની આશંકા વચ્ચે ઉઠવા લાગ્યો NO WARનો અવાજ, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે #SayNoToWar

ડીએમકેના વકીલ પી વિલ્સન કહે છે કે એ વાત બધાને ખબર છે કે સુપ્રિમ કોર્ટે અનામત સીમા 50 ટકા સુધી જ નક્કી કરેલી છે.  છતાં પણ તમિલનાડુ રાજ્યમાં પછાત લોકો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લીધે આ અનામત સીમા 50 ટકાથી વધારીને 69 ટકા સુધી જવામાં આવી છે. જેને અધિનિયમ 1993ની નવમી સુચીમાં રાખવામાં આવ્યું છે.

READ  ભૌતિકશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત, આ 3 વૈજ્ઞાનિકોને મળશે એવોર્ડ

ડીએમકેનું કહેવું છે કે રાજ્યમાં 69 ટકા આરક્ષણ હોવાથી વધારે આરક્ષણ આપી શકાય તેમ નથી. જ્યારે મોદી સરકાર દ્વારા અપાયેલ 10 ટકા આરક્ષણ લાગુ કરવામાં આવે તો તે સીમા વધીને 79 ટકા થઈ જાય જે અસંવૈધાનિક છે.  અરજીકર્તાએ માગણી કરી છે કે અદાલત દ્વારા આ આર્થિક આધારે આરક્ષણના નવા નિયમ પર અદાલત દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવે.  આ બાબતે મદ્રાસ હાઈકોર્ટે સરકારને નોટીસ મોકલીને જવાબ આપવા આદેશ કર્યો છે.

[yop_poll id=721]

Navsari: Cong stages protest against cancellation of Bin Sachivalay clerk and office assistant exam

FB Comments