• March 24, 2019

ભૂલથી પણ મોબાઈલમાં આ APP ડાઉનલોડ ના કરતા, બેંક અકાઉન્ટ થઈ જશે સાફ, તમારા મોબાઈલ પર નહીં રહે તમારો કાબૂ

જો તમારો મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને તમારા બેંક અકાઉન્ટથી જોડાયેલો છે તો થઈ જાઓ સાવધાન. કોઈ પણ વ્યક્તિ કહે પણ આ મોબાઈલ એપ્લિકેશન તો તમારા મોબાઈલમાં ડાઉનલોડ ના જ કરતા નહીંતર તમારું બેંક અકાઉન્ટ થઈ શકે છે સાફ.

આ છે મોબાઈલ એપ ડાઉનલોડ બેંક અકાઉન્ટ ફ્રોડ

ગાઝિયાબાદના સઈદ ખાન કાર્સ-24 કંપનીમાં વેલ્યુએટર (ગાડીઓની કિંમત આંકવાનું કામ કરનાર) છે. સઈદે કહ્યું કે 16 જાન્યુઆરીએ તેમની ફેસબૂક ટાઈમલાઈન પર એક ક્રેડિટ કાર્ડની જાહેરાત દેખાઈ. લાખોની ક્રેડિટ લિમિટ ધરાવતા આ કાર્ડની જાહેરાત પર તેમણે પૂછપરછ કરી અને પોતાનો મોબાઈલ નંબર નાખી દીધો. 17 જાન્યુઆરીએ તેમના પર ફોન આવ્યો અને કૉલરે અમેરિકન એક્સપ્રેસ બેંકના ક્રેડિટ કાર્ડની ઓફર કરી જેની ક્રેડિટ લિમિટ 4 લાખ રૂપિયા હતી. કૉલરે સિબિલ ચેક કરવાના નામ પર કોટક મહિન્દ્રા બેંકની એપ્લિકેશન ખોલાવી. સાથે જ તેમના નંબર પર મેસેજ મોકલ્યો જેમાં એની ડેસ્ક રિમોટ પીસી/મેક કંટ્રોલ નામની એપને ડાઉનલોડ કરવાની લિંક હતી. તે એપ ડાઉનલોડ થઈ ગઈ અને એપ ખોલતા જ તેમના મોબાઈલ પર ક઼લરે કન્ટ્રોલ કરી લીધો.

સઈદે કહ્યું કે એપ ખઓલતા તરત જ તેમના ખાતામાંથી 10 હજાર રૂપિયા પીએનબીના એક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. સઈદે જ્યારે કૉલરને પૈસા પરત કરવાનું કહ્યું તો તે ગાળાગાળી કરવા લાગ્યો. સઈદ હજી કંઈ સમજે તે પહેલા ખાતામાંથી 5 હજાર રૂપિયા બીજા કાઢી લેવાયા. સઈદે તરત જ પોતાની બેંક એપ્લિકેશનનો પાસવર્ડ બદલ્યો અને કૉલ ડિસકનેક્ટ કરીને ફોનને પણ રીસેટ કરી દીધો. બેંક જઈને ખબર પડી કે આ પૈસા ઝારખંડ સ્થિત પીએનબીની એક શાખાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

 

મુજફ્ફરનગરમાં પણ થઈ આવી ઘટના

આવી જ એક ઘટના મુજફ્ફરનગરમાં પણ થઈ. ફ્રોડનો શિકાર થયેલા સિપાહપુર ગામના નિવાસી મો.શમશાદ અંસારીએ અહિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીએ તેમના ખાતામાંથી ઑનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યાં હતા. ટ્રાન્સફર પેન્ડિંગ બતાવવા પર તેમણે કસ્ટમેર કેરમાં ફોન કર્યો. થોડા સમય બાદ મોબાઈલ પર ફોન આવ્યો. કસ્ટમર કેર કહીને તેમના મોબાઈલ પર એક એપ ડાઉનલોડ કરવાનું કહેવાયું. ત્યારબાદ તેમના ખાતામાંથી 82 હજાર રૂપિયા ઉપાડી લવાયા. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

ઠગ કઈ ટ્રિક વાપરી રહ્યાં છે?

તેઓ કોઈ પણ રીતે તમને લાલચ આપે છે કે પછી પરેશાનીની પરિસ્થિતિમાં તમારો સંપર્ક કરે છે. કોઈ પણ રીતે તમારા મોબાઈલમાં તમારી બેંક એપ્લિકેશનમાં લૉગ-ઈન કરાવે. પછી કોઈ પણ રીતે એક લિંક મોકલીને તમારા મોબાઈલને રિમોટ પર લેતું સોફ્ટવેર ડાઉનલોડ કરાવે છે.

આવી રીતે તમારો ફોન તમારા હાથમાં તો હોય છે પરંતુ તમારો કન્ટ્રોલ નથી રહેતા. જો તમે સજાગ થઈ પણ જાઓ તો પણ જ્યાં સુધી તમે તમારા ફોનમાં કંઈ કરો તે પહેલા તમારા ખાતામાંથી રકમ ટ્રાન્સફર થઈ ગઈ હશે.

મોબાઈલ કાબૂમાં લેનારા ઠગોથી કેવી રીતે બચશો?

  • ક્રેડિટ કાર્ડ માટે આવતા ફોન કૉલ્સને ન સાંભળો, ન ગણકારો
  • જો કૉલ ઉપાડો છો તે કોઈ પણ જાણકારી ન આપો
  • કૉલર દ્વારા મોકલાયેલી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો
  • કોઈ પણ સંજોગોમાં કંપનીના અધિકૃત નંબર પર જ કૉલ કરવાનું રાખો
  • કોઈ પણના કેહવા પર તમારા મોબાઈલમાં બેંક એપ્લિકેશન ન ખોલશો

[yop_poll id=975]

Navsari: BJP candidate C.R Patil starts door to door campaign ahead of LS Elections 2019- Tv9

FB Comments

Hits: 13753

TV9 Web Desk3

Read Previous

જે કંપનીએ 501 રૂપિયામાં દુનિયા મુઠ્ઠીમાં કરવાનું શીખવાડ્યું, તે આજે થઈ ગઈ નાદાર !

Read Next

આતંકીઓ સામે ઘૂંટણિયે પડી રહેમની ભીખ માંગતી રહી ઇશરત, પણ ક્રૂર નરાધમ આતંકીઓને ન આવી દયા અને ગોળીઓથી વીંધી નાખી ઇશરતને : VIDEO

WhatsApp chat