‘સોના કરતાં ઘડામણ મોંઘી’ જેવી સ્થિતિ, 1 રૂપિયાના સિક્કો બનાવવા પાછળ થાય છે આટલો ખર્ચ !!!

છેલ્લા થોડાં સમયથી દેશમાં સિક્કાનું મુલ્ય સતત ઘટી રહ્યું છે. હવે તો સિક્કાથી ઘણી ઓછી વસ્તુઓ ખરીદી શકાય છે. ખાસ કરીને ઓછા મૂલ્યવાળા સિક્કાની તંગી પણ સર્જાતી હોય છે. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ કોઇ પણ સિક્કા બનાવવા પાછળ વાસ્તવમાં કેટલો ખર્ચ થતો હશે ?

આ પણ વાંચો : ‘ધક ધક ગર્લ’ માધુરી જાણો કઈ પાર્ટીમાં જોડાઇને લડશે 2019ની લોકસભાની ચૂંટણી ???

તાજેતરમાં એક RTI કરવામાં આવી હતી, જેમાં ચોંકવનારો ખુલાસો થયો છે. જેમાં માહિતી માંગવામાં આવી કે, RBI દ્વારા કોઈ પણ સિક્કાના પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ છે. જેમાં ચોંકવનારી વાત સામે આવી છે. જેના અનુસાર એક રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ 1.11 રૂપિયાનો ખર્ચ થાય છે.

RTI મા વિવિધ સિક્કા છાપવા માટેનો ખર્ચ આવ્યો સામે

RTI અંતર્ગત મળેલી જાણકારી મુજબ ભારતીય સરકારી ટંકશાળ મુંબઈ તરફથી જવાબ મળ્યો કે હાલના સમયમાં 10, 5, 2 અને 1 રૂપિયાના સિક્કા તૈયાર કરવામાં આવે છે. જ્યારે હૈદરાબાદ ટંકશાળની જાણકારી મુજબ પ્રતિ એક રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ 1 રૂપિયો 11 પૈસાનો ખર્ચ આવે છે.

અન્ય સિક્કા પર કેટલો છે ખર્ચ ?

RTI મા વિવિધ સિક્કા છાપવા માટેનો ખર્ચ આવ્યો સામે
RTI મા વિવિધ સિક્કા છાપવા માટેનો ખર્ચ આવ્યો સામે

આ ઉપરાંત અન્ય સિક્કાઓની વાત કરવામાં આવે તો 2 રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ 1 રૂ. 28 પૈસા, અને 5 રૂ. ના સિક્કા પાછળ 3 રૂ. 69 પૈસા ખર્ચ થાય છે. જ્યારે ખાસ ધાતુમાંથી બનાવવામાં આવતાં 10 રૂ. સિક્કા બનાવવા પાછળ 5 રૂપિયા 54 પૈસા ખર્ચ આવે છે. આ જોતાં દેશના સૌથી ઓછાં મુલ્યના સિક્કા પાછળ તેના મુલ્ય કરતાં વધુ ખર્ચ થઈ રહ્યો છે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 19/12/2018

FB Comments

Hits: 475

Comments are closed, but trackbacks and pingbacks are open.