જાણો છો રાજસ્થાનના ભરતપુરના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ કેમ રાખવામાં આવી છે પાકિસ્તાની ટૅંક? કારણ જાણીને તમને પણ થશે ગર્વ

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1971ના યુદ્ધની જીતની એક નિશાની આજે પણ રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર રાખેલી છે જે ભારતીય સેનાની બહાદુરીના કિસ્સાની સાબિતી છે.

ભરતપુરના ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર પાકિસ્તાનની એ ટેંક રાખેલી છે જેને અમેરિકાએ પાકિસ્તાનને ભારત સામે લડવા માટે આપી હતી પરંતુ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી દીધા બાદ ભારતના વીર જવાન પાકિસ્તાનની આ ટેંક તેમની સાથે આપણા દેશમાં લઈ આવ્યા હતા.

READ  રાજસ્થાનના મુખ્ય પ્રધાનની ગૂંચ દિલ્હીના કોંગ્રેસ દરબારમાં, સચિને ખુદ આવવું પડ્યું સામે

છાતી પર બૉમ્બ મૂકી ફેરવી દીધું હતું પાકિસ્તાનના બદઈરાદાઓ પર પાણી

ભરતપુરના લોકોના કહેવા પ્રમાણે અમેરિકાએ પાકિસ્તાનને આ ટેંક આપતા સમયે કહ્યું કે આ ટેંક પર કોઈ પણ મિસાઈલ, બૉમ્બ કે કોઈ પણ શસ્ત્રની અસર નથી થઈ શકતી. પરંતુ ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના તમામ બદઈરાદાઓ પર પાણી ફેરવી દીધું હતું.

READ  શિયાળાની 11 મોટી સમસ્યાઓ અને સમાધાન માત્ર 1! જાણો એક ક્લિક પર...

ભરતપુરના 3 જવાનો થયા હતા શહીદ

વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા આ યુદ્ધને ભારતે પોતાવા નીર જવાનોના રણકૌશલના ભરોસે જીત્યું હતું અને પાકિસ્તાનના લગભગ 90 હજાર સૈનિકોએ ભારત સામે આત્મસમર્પણ કર્યું હતું.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભરતપુરના 3 જવાનોને વીરગતિ પ્રાપ્ત થઈ હતી અને તેમની શહીદીને સલામી સ્વરૂપે દેશના રક્ષા મંત્રાલયે પાકિસ્તાનને આ ટેંક એક અવોર્ડ તરીકે તેમજ યાદગારી સ્વરૂપ ભરતપુરને આપી હતી. દેશ વિદેશથી આવતા પર્યટકો આ ટેંકને જોઈએ ભારતના જવાનોની શહીદી અને વીરતાને સલામ કરે છે.

READ  આ નવવિવાહિત દંપત્તીએ 7 ફેરાના 7 સંકલ્પ લીધા બાદ લીધો એવો 8મો સંકલ્પ કે તમામ ગ્રામજનોએ આપ્યા તેમને લાંબા આયુષ્યના આશિર્વાદ

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે 4 યુદ્ધ થઈ ચૂક્યા છે. 1947, 1965, 1971 અને 1999માં.

[yop_poll id=1877]

Top 9 National News Of The Day : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments