ફેસબુક પર ‘હિન્દુ-બ્રાહ્મણ’ વિરોધી પોસ્ટ કરવા બદલ એક ડૉકટરની ધરપકડ

મુંબઈ સેશન્સ કોર્ટની સામે એક ડૉકટરની પોલીસે ધરપકડ કરી છે. હોમયોપેથી ડૉકટરનું નામ સુનીલ કુમાર નિષાદ છે. તેની ઉંમર 38 વર્ષ છે. ડૉકટર પર ઘણાં સમયથી ફેસબુક પર હિન્દુ અને બ્રાહ્મણ વિરોધી પોસ્ટ કરવાનો ગુન્હો હતો.

વિખરોલીમાં પાર્કસાઈટ પોલીસની પાસે રવીન્દ્ર તિવારીએ સુનીલ કુમાર નિષાદની વિરૂધ્ધ FIR દાખલ કરાવી હતી. IPCની કલમ 295 (A) હેઠળ FIR કરાવી હતી. આ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના મામલે લગાવવામાં આવતી કલમ છે. રવીન્દ્ર વિખરોલીના રહેવાસી છે અને પોતાને સામાજીક કાર્યકર્તા કહે છે.

 

READ  અસામાજિક તત્વોનો આતંક: ગોંડલમાં છરીથી ખુલ્લેઆમ આતંક ફેલાવતા લુખ્ખા તત્વોનો VIDEO VIRAL

આ પણ વાંચો: વલ્ડૅકપ 2019માં હશે 24 કમેન્ટેટર્સ, જાણો તેમાં ભારતના કેટલા નામ?

નિષાદ મુંબઈ સેશન કોર્ટમાં જામીન અરજી આપવા માટે આવ્યો હતો. તેના પહેલા જ કોર્ટની બહાર પોલીસે ધરપકડ કરી લીધી હતી. રવીન્દ્ર તિવારીનું કહેવું છે કે નિષાદ છેલ્લા 2 વર્ષથી એન્ટી હિન્દુ અને એન્ટી બ્રાહ્મણ પોસ્ટ કરી રહ્યો હતો. 6 મહીના પહેલા પણ તેની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નિષાદે તેની પ્રોફાઈલ પર પોતાને બેમસેફના સભ્ય જણાવ્યો છે.

READ  ભાજપે ગુજરાતમાં સોશિયલ મીડિયા માટે બનાવી 'ત્રિસ્તરીય રણનીતિ', ફેક ન્યુઝથી બચવાની ખાસ આપવામાં આવી સલાહ

 

FB Comments