દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા AIIMSમાં પ્રવેશ માટે પરીક્ષા આપવામાં આવે છે. જેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જાતે જ મહેનત કરીને સફળ થાય છે તો કેટલાંક વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરમાં તૈયારી કરીને પ્રવેશ પરીક્ષા પાસ કરતાં હોય છે. પરંતુ હાલમાં એક એવા સમાચાર આવ્યા છે જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે.
AIIMSની પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ સેન્ટરમાં તૈયારી કરનાર હૈદરાબાદના આર શંકર રાવે કોચિંગ સેન્ટર સામે જ ફરિયાદ દાખલ કરી દીધી છે. જિલ્લા કન્ઝયૂમર ફોરમની મદદથી આર શંકરને 45 હજાર પરત કર્યા છે, જેમણે કોચિંગની ફી આપી હતી. એટલું જ નહીં 32 હજાર વળતર પણ ચુકવ્યું છે.
આ પણ વાંચો : 31 ડિસેમ્બરના દમણ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર જરૂરથી વાંચજો, નહીંતર થઈ શકો છો જેલ ભેગાં
શું છે સમગ્ર ઘટના ?
એક અહેવાલ અનુસાર, આર શંકર રાવે ચિક્કડપલ્લીમાં ભાટિયા મેડીકલ ઈન્સટીટ્યૂટમાં મેડીકલ કોચિંગ માટે પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ કોચિંગ ક્લાસ શરૂ થયા પછી શંકરને હતાશા મળી અને જે પ્રોફેસર અને ડૉક્ટરો ક્લાસ લેવા માટે આવવાના હતા તેમણે ક્લાસ લીધા જ ન હતા. આ ઉપરાંત શંકરને AIIMSની પ્રવેશ પરીક્ષામાં જે ટૉપિક્સની જરૂરત હતી તે પણ શીખવાડવામાં આવ્યા ન હતા.
કોર્ટે ચુકાદામાં શું કહ્યું ?
આ કારણે શંકરે કોર્ટમાં અરજી કરી અને પ્રવેશ પરીક્ષા ન પાસ કરવાના અને સમયનો વ્યય થયો હોવાનો દાવો કર્યો હતો. જેના પર હૈદરાબાદની કન્ઝયૂરમ ફોરમે શંકરના તમામ દાવા માન્ય રાખ્યા અને કોચિંગ સેન્ટરને દંડ ફટકાર્યો હતો. અને કોચિંગની ભૂલ હોવાનું કોર્ટે માન્ય રાખ્યું. જેના પર તમામ માપદંડો ને માન્ય રાખ્યા અને કોચિંગને નોટિસ ફટકારી ફી પરત કરવાનો આદેશ આપ્યો.
Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
Hits: 909
Comments are closed, but trackbacks and pingbacks are open.