દેશના સૌથી લાંબા અને 8 ફૂટ 1 ઇંચ ઉંચાઈ ધરાવતા વ્યક્તિની સફળ સર્જરી થઈ અમદાવાદમાં

દેશના સૌથી લાંબા વ્યક્તિ તરીકેનું બિરુદ મેળવનારા ધર્મેન્દ્ર પ્રતાપસિંહને હવે ચાલવા કે બેસવામાં કોઈ તકલીફ નહીં પડે કારણ કે આ વ્યક્તિનું હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન સફળ થયું છે. એસજી હાઇવે પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર્સ દ્વારા ધર્મેન્દ્રના બંને પગની હિપ રિપ્લેસમેન્ટની સફળ સર્જરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદઃ બરતરફ IPS સંજીવ ભટ્ટ વિરૂદ્ધ ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ, વેબસાઇટના માધ્યમથી રૂપિયા પડાવ્યાનો આરોપ

ઉત્તરપ્રદેશના પ્રતાગગઢના રહેવાસી ધર્મેન્દ્રને તેમની ઊંચાઈ તેમના માટે મુશ્કેલી સર્જી હતી. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રની ઉંચાઈ આઠ ફૂટ અને એક ઈંચ છે. આ ઉંચાઈ વર્લ્ડ રેકોર્ડ માટે માત્ર બે ઈંચ જ ઓછી છે. આ ઉંચાઈના કારણે ધર્મેન્દ્રને ચાલવામાં અને બેસવામાં ભારે તકલીફ પડતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા) મહત્તમ ભાવ રહ્યા રૂ.1940, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

FB Comments