શું દહીં ખાવાથી શરદી-ઉધરસમાં રાહત થઈ શકે? આ રહ્યો સાચો જવાબ

જ્યારે પણ શરદી કે ઉધરસ થાય ત્યારે ઘરમાં રહેતાં તમારા પરિવારજનો વિવિધ નુસખાઓ કરવાનું કહે છે. જો કોઈ તમને શરદીમાં રાહત માટે દહીં ખાવાનું કહે તો તમે નહીં માનો અને કહેશો કે તેનાથી શરદી-ઉધરસમાં વધારો થઈ જશે.

શરદીની સામે લડાઈમાં ઘરેથી તમને કહેવામાં આવે છે કે હળદર નાખીને દૂધ પીઓ, આદુ ફૂદીના સાથેની ચા પીઓ તો ક્યારેક મધ ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે દહીં ખાવાથી પણ શરદી અને ઉધરસમાં ફાયદો થાય છે.

READ  પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતિ આગામી ડિસેમ્બરમાં ચાણસદમાં ઉજવાશે, વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થશે

 

 

એક નવી શોધ થઈ તેમાં સામે આવ્યું છે કે દહીંએ સામાન્ય શરદીમાં હિતકારી છે અને તેને દૂર કરવામાં મદદ કરે છે. ન્યુટ્રિશન રિચર્સ ફોર ધ નેશનલ ડેરી કાઉન્સિલના વાઈસ પ્રેસિડેન્ટ મિકી રુબિન કહે છે કે જ્યારે શરદીની વાત હોય ત્યારે ઘણાંબઘાં સંશોધનનમાં દાવો કરવામાં આવ્યો છે કે દહીં ખાવાથી તેમાં ફેર પડે છે. જોવા જઈએ તો દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જેના લીધી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને શરીરમાં ઉર્જા વધે છે.

READ  તહેવારો પહેલા આ રાજ્યોમાં સરકારી કર્મચારીઓને મળશે 7 માં પગાર પંચના ડી.એ.નો લાભ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  ચૂંટણી જીતી હોવા છતાં હેમા માલિની અને સની દેઓલ સંસદમાં સાથે નહીં બેસી શકે, આ રહ્યું કારણ

દહીંમાં ઝિંક હોય છે જે રોગ પ્રતિકારક તરીકે કામ કરે છે અને જેના લીઘધે શરદી અને ઉધરસમાં ખાસ્સી રાહત થાય છે. દહીંમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ હોય છે જે પિડિત વ્યક્તિને રિકવર કરવામાં મદદ કરે છે. તબીબોનું કહેવું જો તમને શરદી થાય તો તેને દૂર કરવા માટે સંપૂર્ણ દહીં પર આધાર રાખવો જોઈએ નહીં પણ દવાની સાથે દહીનું સેવન કરવાથી રાહત જરુર થાય છે.

READ  જો તમને પથરીની બિમારી હોય તો તરબૂચ ખાવાનું શરુ કરી દો, પથરીને નીકાળવામાં કરશે મદદ

 

Oops, something went wrong.
FB Comments