દેશમાં 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા થશે શરૂ પણ આ 4 રાજ્ય કરી રહ્યાં છે ઈનકાર, જાણો વિગત

domestic flight25-may-some-states-differ-on-resumption

25મેથી સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ કરવાની ઘોષણા કરી દીધી છે. સરકારે કહ્યું કે ફક્ત કેન્દ્ર સરકાર જ નહીં પણ રાજ્ય સરકારે પણ આ માટે તૈયાર રહેવું પડશે. જો કે સરકારના આ નવા આદેશને માનવા માટે મોટાભાગના રાજ્યો તૈયાર છે પણ 4 રાજ્ય એવા છે જેને અલગ અલગ કારણ આપીને ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ નહીં થાય એવા સંકેત આપ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

budget-2020-100-new-airport-railway-and-highway-development-for-tourism-in-india-

આ પણ વાંચો :   અમદાવાદ: આનંદનગરની તપન હોસ્પિટલ પર આરોપ, કોરોનાના દર્દીના મોત બાદ પરિવારજનોને રૂ. 4.69 લાખનું બિલ પકડાવી દીધું

READ  ડૉક્ટરને માર મારવાના કેસમાં બે પોલીસકર્મી થયા સસ્પેન્ડ, નહોતી કરી કાર્યવાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ક્યાં ક્યાં રાજ્ય કરી રહ્યાં છે ઈનકાર?
દેશમાં જે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે તેની સામે અમુક રાજ્યએ તૈયારી નથી દર્શાવી. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને સ્પષ્ટ કરી દીધું છે કે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરુ કરવામાં તેઓ અસમર્થ છે. મહારાષ્ટ્રની સરકારે કારણ આપ્યું છે કે મુંબઈ અને પૂણે બંને શહેર રેડ ઝોનમાં છે અને તેના લીધે હવાઈ સેવા શરૂ કરી શકાય નહીં. આ શહેરોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

READ  અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને થયો કોરોના: સૂત્ર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

છત્તીસગઢ દ્વારા કેન્દ્ર સરકારની પાસેથી જાણકારી માગવામાં આવી છે કે કેટલી ફ્લાઈટ અને કેટલાં યાત્રીઓ સફર કરવાના છે. તેઓએ પત્રમાં કહ્યું કે ફ્લાઈટ સેવાની શરૂઆતથી કોરોના વાઈરસનું સંક્રમણ નહીં થાય તે શક્ય નથી. આ સિવાય તેઓએ માગણી કરી છે કે જે પણ લોકો ફ્લાઈટ દ્વારા તેમના રાજ્યમાં પ્રવેશ કરે તેઓને ફરજિયાતપણે સરકારી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે. જ્યારે પશ્ચિમ બંગાળ દ્વારા સરકારને તર્ક આપવામાં આવ્યો છે અમ્ફાન વાવાઝોડાના લીધે કામગીરી ચાલુ છે અને આ સમયે હવાઈ સેવા કાર્યરત કરી શકાય નહીં. આમ આ રાજ્યમાં સેવા શરૂ થઈ શકશે નહીં એવી જાણકારી મળી રહી છે.

READ  VIDEO: આબુમાં છવાયું આહલાદક વાતાવરણ, પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખિલ્યું

 

Oops, something went wrong.

 

 

 

FB Comments