ચીનથી આવનારી તમામ ઉડાનો પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

donald trump administration set to bar chinese passenger carriers from flying to USA China thi aavnari tamam udano par america e lagavyo pratibandh

કોરોના વાઈરસને લઈ ચીન અને અમેરિકાના સંબંધો તીખા થઈ રહ્યા છે. અમેરિકાએ ચીનની વિરૂદ્ધ વધુ એક પગલું લીધું છે. ટ્રમ્પ પ્રશાસને ચીનથી આવનારી તમામ ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 16 જૂનથી લાગૂ થશે. અમેરિકાના ટ્રાન્સપોર્ટ વિભાગે તેની જાહેરાત કરી છે. આ નિર્ણય પછી ચીનની ઉડાન અમેરિકામાં પ્રવેશ નહીં કરી શકે.

 

READ  ભાવનગરની મહુવા APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.3675, જાણો જુદા-જુદા પાકોના ભાવ

અમેરિકાએ આ પગલું ત્યારે લીધું છે, જ્યારે દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થાની વચ્ચે ફ્લાઈટ્સને લઈ હાલના કરારનું પાલન કરવામાં ચીન નિષ્ફળ રહ્યું. અમેરિકામાં કોરોનાથી મચેલી તબાહી પછી બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. ચીનની ઉડાનો પર આ પ્રતિબંધ 16 જૂનથી શરૂ થશે. આ પહેલા અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સ અને યૂનાઈટેડ એરલાઈન્સે આ મહિને ચીન માટે ફરીથી ઉડાનો શરૂ કરવા માટે કહ્યું હતું. ત્યારે ચીની એરલાઈન્સે મહામારી દરમિયાન પણ અમેરિકા માટે પોતાની ઉડાનો ચાલુ રાખી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ફેસબુક ના છોડી શકતા હોવ તો સૈન્યની નોકરી છોડી દોઃ લેફ. કર્નલને દિલ્લી હાઈકોર્ટની લપડાક

અમેરિકાએ ગયા મહિને બીજિંગ પર અમેરિકી એરલાઈન્સ માટે ચીનની ઉડાન ફરીથી શરૂ કરવાને અસંભવ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકી પરિવહન વિભાગે સરકારી વેબસાઈટ પર પ્રકાશિત એક આદેશમાં કહ્યું હતું કે ડેલ્ટા એરલાઈન્સ અને યૂનાઈટેડ એરલાઈન્સ જૂનમાં ચીન માટે ઉડાન શરૂ કરવા ઈચ્છે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજ્યમાં સતત વધતુ કોરોના વાયરસનું સંકટ, વધુ બે પોઝિટીવ કેસ નોંધાયા

 

ઉલ્લેખનીય છે કે અમેરિકી એરલાઈન્સ કંપનીઓના વિમાન ફાઈવ વન પોલીસી છતાં ચીન માટે ઉડાન નથી ભરી રહ્યા. તેના પાછળ એ કારણ બતાવવામાં આવી રહ્યું છે કે અમેરિકી કંપનીઓએ ચીની નાગરિક ઉડ્ડયન પ્રશાસન તરફથી લગાવેલી રોક પહેલા જ પોતાની ઉડ્ડાનો સ્થગિત કરી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

 

FB Comments