અમેરિકાની ઈરાનને ચેતવણી- નિશાના પર 52 ઠેકાણા, હુમલો થયો તો કરી દઈશું તબાહ

donald trump openly challenged iran 52 bases are under us target america ni iran ne chetanvani nishana par 52 thekana humlo thayo to kari daishu tabah

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ ચેતાવણી આપી દીધી છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે ઈરાનના 52 ઠેકાણાઓ અમેરિકાના નિશાના પર છે. તેમને કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે ખતરો ના હોય પણ ઈરાન માટે ખુબ જ ઝડપી વસ્તુઓ મુશ્કેલ થઈ જશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું ઈરાન અમેરિકી સંપતિઓને નિશાન બનાવવા વિશે ખુલીને બોલી રહ્યું છે. તે પોતાના આતંકી નેતાની મોતનો બદલો લેવાની વાત કરી રહ્યું છે. જેને ઘણાં અમેરિકીઓને મારી દીધા કે પછી તેમને ખરાબ રીતે ઘાયલ કર્યા. આ કહેવાની જરૂરિયાત નથી કે તેમને તેમના જીવનકાળમાં જ આ તમામ લોકોને માર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નમસ્તે ટ્રમ્પ: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ, સ્વાગત માટે અમદાવાદ તૈયાર

ટ્રમ્પે કહ્યું કે આને એક ચેતવણીની જેમ લેવામાં આવે. ઈરાનના 52 ઠેકાણાઓ અમારા નિશાના પર છે. તેમાંથી ઘણા ખુબ જ મુખ્ય ઠેકાણા છે, જે ઈરાન અને ઈરાની સંસ્કૃતિ માટે જરૂરી છે. જો ઈરાન કોઈ પણ અમેરિકી નાગરિક પર કે અમેરિકી સંપતિ પર હુમલો કરે છે તો તેમના ઠેકાણાઓને ખરાબ રીતે તબાહ કરી દેવામાં આવશે.

READ  રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસને સુપ્રીમ ઝટકો, ચુકાદા બાદ બંને બેઠક પર ભાજપની જીત નિશ્ચિત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા શનિવારે મોડી રાત્રે ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દુતાવાસની પાસે રોકેટથી મોટો હુમલો થયો. બગદાદના ગ્રીન જોનમાં અમેરિકી દુતાવાસની પાસે કત્યૂષા રોકેટથી હુમલો કર્યો. ઈરાકમાં એક કલાકની અંદર ત્રણ હુમલા થયા છે, જેમાં 5 લોકોના ઘાયલ હોવાના સમાચાર સામે આવ્યા છે.

READ  નમસ્તે ટ્ર્મ્પ: જુઓ અમદાવાદમાં ટ્રમ્પના આગમન પહેલાં કેવો છે બંદોબસ્ત?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીજી તરફ ઈરાને પણ અમેરિકાને ધમકી આપી છે. ઈરાને કહ્યું કે અમેરિકાના તમામ ઠેકાણાઓ અમારા ટાર્ગેટ પર છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન સાથે વાત કરી છે. રૂહાનીએ અમેરિકાની વિરૂદ્ધ યુદ્ધમાં તુર્કી સાથે સહયોગ માગ્યો છે.

 

Oops, something went wrong.
FB Comments