આગ્રામાં તાજ મહેલની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ વ્યક્તિને પૂછ્યા 7 સવાલ..ખૂશ થઈને આપી આ ભેટ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે આગ્રામાં તાજમહેલની મુલાકાત દરમિયાન એક વ્યક્તિને ભેટ આપી છે. આ ભેટ બહુ ખાસ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ કોતરેલું છે. સાથે વ્હાઈટ હાઉસનો લોગો પણ છે. કારણ કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ વ્યક્તિને 7 પ્રશ્નો પૂછ્યા અને તમામના સાચા જવાબ આપ્યા હતા.

 

READ  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા રવાના

ટ્રમ્પ પરિવાર આગ્રાની મુલાકાતે પહોંચ્યો હતો. આ દરમિયાન તેમના મનમાં અનેક પ્રશ્નો હતા. ત્યારે તેમને ગાઈડ કરતા નિતિન સિંહે સાથ આપ્યો હતો. નિતિન સિંહને સાત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને તમામના તેણે સાચા જવાબ પણ આપ્યા હતા. જેના બદલામાં ટ્રમ્પે એક ખાસ ભેટ આપી હતી.

  • તાજ મહેલનું સર્જન કોણે કરાવ્યું હતું?
  • તાજ મહેલ બનાવનારા કલાકારો ક્યાંથી આવ્યા હતા?
  • શાહજહાંને ક્યાં કેદ કરાયા હતા?
  • અત્યાર સુધી તાજ મહેલમાં શું શું બદલવામાં આવ્યું છે?
  • વોટર ચેનલ શાહજહાંના સમયનું છે કે, પછી બન્યું હતું?
  • ભોંયરામાં બનેલી કબર પહેલા બની કે પછી?
READ  નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની મહત્વની વાતો

નિતિન સિંહે તમામ સવાલોના બહુ સુંદર અને વિસ્તૃત જવાબ આપ્યા હતા. જે બાદ તેને એક નિશાન આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments