ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને બચાવી લીધો દેશમાં થતો એક મોટો આતંકી હુમલો

donald trump vladimir putin phone call terror attack united states russia donald trump e phone kari ne bachavi lidho desh ma thato ek moto aatanki humlo

ઘણી વખત એકબીજાની આમને-સામને આવનારા દેશ રશિયા અને અમેરિકા હાલમાં મિત્રો બની ગયા છે. તેનું કારણ એ છે કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલી એક જાણકારી. અમેરિકાએ રશિયાને એક જાણકારી આપી હતી, જેના કારણે રશિયામાં આતંકી હુમલાનો ખતરો ટળી ગયો હતો. જેના માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને તેમનો આભાર માન્યો હતો.

 

अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप, रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन (फोटो: रॉयटर्स)

એક અહેવાલ મુજબ સોમવારે બંને નેતાઓએ ફોન પર વાતચીત કરી. તે દરમિયાન નેતાઓએ આવનારા વર્ષમાં દેશના સંબંધો પર ચર્ચા કરી. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરેલા નિવેદન મુજબ અમેરિકા દ્વારા જે જાણકારી આપી હતી. તેની મદદથી રશિયામાં એક આતંકી હુમલાનો ખતરો ટળી ગયો છે. તેને લઈ વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCPના નેતાઓ અજીત પવારને મનાવવા પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે આ જાણકારી કેવી હતી અને આતંકી હુમલાનો ખતરો કેટલો મોટો હતો, તેની જાણકારી આપવામાં આવી નથી. વ્હાઈટ હાઉસે તેમના નિવેદનમાં કહ્યું કે બંને રાષ્ટ્રપ્રમુખોએ આગળ પણ આ પ્રકારની આતંકી ખતરા સામે સાથે લડવાની વાત કરી છે. તે સિવાય બંને નેતાઓએ રશિયા-અમેરિકાની વચ્ચે આર્મ્સ ડિલને લઈને પણ વાતચીત કરી છે.

READ  VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાલ દરમિયાન અમેરિકા-રશિયાના સંબંધો પર ઘણા પ્રકારના સવાલો ઉભા થયા છે. ખાસ કરીને રશિયાનો અમેરિકી ચૂંટણીમાં હાથ હોવાની વાતને લઈ ડેમોક્રેટસ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરતા રહ્યા છે. તે સિવાય સીરિયામાં ચાલી રહેલી ખેંચતાણને લઈને પણ રશિયા-અમેરિકા આમને-સામને આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિંદુ મંદિરમાં ટોળાએ કરી તોડફોડ, જુઓ VIDEO

 

તાજેતરમાં જ અમેરિકા દ્વારા નોર્થ કોરિયા પર જે સેક્શન લગાવવામાં આવ્યા છે. તેની વિરૂદ્ધ ચીને સંયૂક્ત રાષ્ટ્રમાં અપીલ કરી છે. આ અપીલમાં રશિયાએ પણ ચીનનો સાથ આપ્યો છે. આ પગલાની અમેરિકાએ નિંદા કરી હતી. ત્યારે બંને નેતાઓની મુલાકાતમાં નક્કી કરવામાં આવ્યું છે કે ટુંક સમયમાં જ અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો રશિયાનો પ્રવાસ કરશે.

આ પણ વાંચો: નવવધુને 10 ગ્રામ સોનું મફતમાં આપશે ભાજપ સરકાર, 1 જાન્યુઆરી 2020થી આ સ્કીમ લાગુ

 

Oops, something went wrong.
FB Comments