• March 21, 2019

IRCTCથી ટિકિટ બૂક કરતી વખતે જો કરશો આ ભૂલ તો ટિકિટ બૂક તો નહીં થાય અને પૈસા પણ કપાશે

આજકાલ ઈન્ટરનેટની પહોંચના કારણે રેલવે ટિકિટ IRCTC  વેબસાઈટ કે એપના માધ્યમથી લોકો બૂક કરવા લાગ્યા છે. આ ડિજિટલ સેવાના કારણે રેલવે રિઝર્વેશન કાઉન્ટર પર જામતી ભીડ પણ ઓછી થઈ ગઈ છે.

ગયા વર્ષે ભારતીય રેલવેએ પોતાની વેબસાઈટ અને એપને અપગ્રેડ કરી, તેને વધુ સુવિધાજનક બનાવી જેથી યૂઝર્સને ટિકિટ બૂક કરતી વખતે કોઈ પણ રીતે પરેશાનીનો સામનો ન કરવો પડે.

પરંતુ, ક્યારેક આપણે ટિકિટ બૂક કરતી વખતે કેટલીક વસ્તુઓ પર ધ્યાન નથી આપી શક્તા જેના કારણે ટિકિટ બૂક થઈ જાય અને પૈસા પણ ન કપાય. આજે અમે તમને એવી જાણકારી આપવા જઈ રહ્યા છે જેની મદદથી IRCTCથી ટિકિટ બૂક કરતી વખતે પૈસા કપાવવાથી બચી શકાય.

તમને ખબર હશે કે રેલવે ટિકિટ બૂક કરવી વખતે આપણે નીચેની (લૉઅર) બર્થને પ્રાથમિક્તા આપીએ છીએ. જો તમારી સાથે કોઈ મહિલા કે વડીલ છે તો સામાન્ય રીતે લૉઅર બર્થની જ પસંદગી કરીએ. IRCTCથી ટિકિટ બૂક કરતી વખતે આપણે આપણી પસંદ પ્રમાણે બર્થ તો સિલેક્ટ કરીએ પરંતુ તેની કોઈ ગેરન્ટી નથી હોતી કે તે બર્થ તમને મળશે જ.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

પરંતુ જો તમે લૉઅર બર્થનો વિકલ્પ પસંદ કરો છો અને રેલવે પાસે લૉઅર બર્થ ઉપલબ્ધ નથી તો તમારી ટિકિટ બૂક નહીં થાય. એટલે સુધી કે ક્યારેક ક્યારેક ટિકિટ બૂક ન થાય તો પણ તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. જોકે, 7 દિવસમાં IRCTC તમારા અકાઉન્ટમાં પૈસા રિફંડ કરી દે છે.

એટલે નીચેની બર્થ કે લૉઅર બર્થનો વિકલ્પ પસંદ કરો તે પહેલા હંમેશાં ધ્યાન રાખો કે ઓછામાં ઓછી 150 ટિકિટ ઉપલબ્ધ હોય. જો, 150 ટિકિટથી વધુ બૂકિંગ ઉપલબ્ધ છે તો તમને લૉઅર બર્થ મળવાની સંભાવના વધુ હોય છે. જો માત્ર 50 કે 60 ટિકિટ જ બૂકિંગ માટે ઉપલબ્ધ હોય તો લૉઅર બર્થ પસંદ કરતા વિકલ્પથી બચો અને કોઈ જ વિકલ્પ પસંદ કર્યા વિના જ ટિકિટ બૂક કરો.

આ પણ વાંચો: US Dollarની લાલચ છોડો, ડૉલરથી વધુ મોંઘી છે આ 5 દેશોની કરન્સી

જો, ભૂલથી પણ તમે કોઈ વિકલ્પ પસંદ કરી લીધો અને ટિકિટ બૂક નથી થતી અને પૈસા પણ કપાઈ ગયા તો તમારે રિફંડ મેળવવા 7 દિવસ સુધી રાહ જોવી પડશે. ત્યારબાદ પણ જો પૈસા પાછા નથી મળતા કો IRCTCની ગ્રાહક સેવા દ્વારા તમારા ટ્રાન્ઝેક્શનની માહિતી આપીને પૈસા રિફંડ કરાવી શકો છો.

[yop_poll id=583]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad : Reaction of voters ahead of Lok Sabha Elections 2019 - Tv9

FB Comments

Hits: 268

TV9 Web Desk3

Read Previous

આટલી હિમ્મત ? ઇંડિયા ગેટ પર લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ‘ના નારા ! કોણ છે આ મહિલા ?

Read Next

મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મથી છવાઈ જનાર ગુજરાતી એક્ટર છે 3 વર્ષથી લાપતા, નથી ઘરનાઓને જાણ કે નથી પોલીસને કોઈ ખબર

WhatsApp chat