ડુંગળીના છોંતરાને કચરામાં ફેંકવાની ભૂલ ના કરશો, તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે છે ખૂબ ઉપયોગી!

આપણા રોજબરોજના જીવનમાં ડુંગળીનો મોટા ભાગે દરરોજ ઉપયોગ કરવામાં આવે છે. જોકે જ્યારે પણ આપણે ડુંગળીનો ઉપયોગ કરીએ, ડુંગળીને છોલીને તેના છોંતરા કચરામાં ફેંકી દઈએ. પણ શું તમને ખબર છે કે ડુંગળીના છોંતરા ઘણાં ઉપયોગી સાબિત થાય છે. દરરોજ જે છોંતરાને તમે ડસ્ટબિનમાં નાંખી દો છો તે તમારા સૌંદર્ય અને સ્વાસ્થ્ય માટે કેટલા ઉપયોગી છે તેનો તમને અંદાજ પણ નથી.

Surprising benefits of Onion skin for skin, hair and health
Surprising benefits of Onion skin for skin, hair and health

 

ચાલો, જાણીએ ડુંગળીના છોંતરાના મુખ્ય ઉપાયો:

 

‘બેડ કોલેસ્ટ્રોલ’ને ઘટાડવામાં કરે છે મદદ

ડુંગળીના છોંતરાને આખી રાત પાણીમાં પલાળીને રાખી મૂકો અને સવારે આ પાણી પીઓ. આ પાણીનો સ્વાદ તમને સારો નહીં લાગે. આ પાણીમાં ખાંડ કે મધ ઉમેરીને પણ પી શકો છો. નિયમિતપણે આ પાણીનું સેવન કરવાથી તેનો ફાયદો તમને જરૂરથી દેખાશે.

ત્વચાની એલર્જીમાંથી મળશે રાહત

જો તમને ત્વચામાં કોઈ પ્રકારની એલર્જી છે તો તમે ડુંગળીની છાલનું પાણી પીઓ. (ઉપરના ઉપાયમાં જણાવ્યું છે તે રીતે) દરરોજ આ પાણી પીવાથી ત્વચાની એલર્જીમાંથી રાહત મળશે.

વાળને બનાવશે સુંદર

તમે વાળને ચમકદાર બનાવવા કેટલાંયે પ્રકારના કંડીશનરનો ઉપયોગ કરતા હશો પણ ક્યારેય વિચાર્યું નહીં હોય ડુંગળીના છોંતરાથી પણ તમારા વાળ સુંદર અને મુલાયમ બની શકે છે. આખી રાત ડુંગળીના છોંતરા જે પાણીમાં પલળેલા રહે, તે પાણીનો ઉપયોગ વાળ ધોવામાં કરો. લાંબા ગાળે તમારા વાળ મુલાયમ અને ચમકદાર થઈ જશે.

ચહેરા પરના ડાઘા 

ચહેરા પરના ડાઘ-ધબ્બાથી છૂટકારો મેળવવા તમે ડુંગળીના રસયુક્ત છોંતરાનો ઉપયોગ કરો. આ માટે તમે ડુંગળીના છોંતરામાં હળદર ભેળવીને ડાઘા-ધબ્બાવાળી જગ્યા પર લગાવો. ખૂબ જલ્દી તમને ફરક દેખાશે.

ખરાબ ગળાને ઠીક કરે છે

જો તમારું ગળું ખરાબ હોય કે ખારાશ હોય તો ડુંગળીના છોંતરાને ગરમ પાણીમાં ઉકાળી, તે પાણી પી લો. ગળાથી સંબંધિત સમસ્યાઓમાં ડુંગળીનું આ પાણી ખૂબ લાભકારી સાબિત થશે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Metro News Headlines Of This Hour : 18-02-2019 - Tv9

FB Comments

Hits: 1438

Comments are closed, but trackbacks and pingbacks are open.