Video: કપાસ અને મગફળીના પાકમાં શું કરવું? અને શું ન કરવું?

જે ધરતીપુત્રો કપાસ અને મગફળી જેવા પાકનું વાવેતર કરવાના હોય તો તેમને આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કપાસમાં આવતી ઈયળ, ચૂસિયા પ્રકારની જીવાત તથા મિલીબગના નિયંત્રણ માટે આગોતરુ આયોજન કરવું. ઋતુ દરમિયાન રોગ અને જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ-જીવાતના નિયંત્રણના પગલાં લેવા. વધારાના કપાસના છોડને ધીમેથી ખેચી કાઢવા તથા જે જગ્યાએ ખાડા પડેલ હોય તે ખાડા પૂરવા. ભલામણ પ્રમાણે બીટી કપાસમાં 240 કી.ગ્રા. નાઈટ્રોજન, 50 કી.ગ્રા. ફોસ્ફરસ અને 150 કી.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટરે આપવો.

READ  Video: કેવી રીતે કરવું દિવેલાનું વાવેતર?

આ પણ વાંચો: Video: પોરબંદરના ખેડૂતે બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર

મગફળી સૌરાષ્ટ્રનો સૌથી અગત્યનો પાક છે, હાલ તેનું પણ વાવેતર ખેડૂતોએ કરી નાખ્યું છે. ચોમાસું મગફળીમાં પોટાશ 50 કી.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટર આપવાથી ઉત્પાદન વધે છે તથા ડોડવા ભરાવદાર થાય છે. મગફળીના ઉગાવા બાદ પણ જો સુકારો દેખાય તો ટ્રાઈકોડર્મા હાર્જીયમનું થડ પાસે ડ્રેન્ચિંગ કરવું. ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ખેતરમાં ફેરોમેન ટ્રેપ હેક્ટર દીઠ 5 લગાવવા.

READ  Video: કેવી રીતે કરશો દિવેલાની કાળજી અને માવજત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments