50 લાખ સુરતી લાલાઓ માટે ખુશખબર : 113 વર્ષ જૂની આ ટ્રેનનો થવા જઈ રહ્યો છે નવો શણગાર, WEEKEND SPECIAL તરીકે શરુ થયેલી આ ટ્રેનને બે વખત નડી WORLD WAR, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ

સુરત-મુંબઈ સેંટ્રલ વચ્ચે દોડતી FLYING RANI EXPRESS ટ્રેનનો થવા જઈ રહ્યો છે નવ શણગાર. આ ટ્રેન ટૂંક સમયમાં જ નવા લુકમાં જોવા મળશે.

પશ્ચિમ રેલવે ઉત્કૃષ્ટ યોજના હેઠળ ફ્લાઇંગ રાણી ડબલ ડેકર એક્સપ્રેસમાં ક્રીમ રંગના કોચ જોડી રહ્યું છે. સુરત રેલવે યાર્ડમાં આ ટ્રેનના કોચને અપગ્રેડ કરાઈ રહ્યા છે.

મહત્વની બાબત એ છે કે ટ્રેનને એક પણ વખત કૅંસલ કર્યા વિના જ યાર્ડમાં કોચને અપગ્રેડ કરાઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશને જેવી ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ આવે કે તરત જ તેના કોચને રેલવે યાર્ડમાં લઈ જઈને અપગ્રેડ કરાઈ રહ્યા છે.

READ  Taxને લઈને ખાસ મધ્યમવર્ગ માટે આવતીકાલે સરકાર કરી શકે છે Budgetમાં આ મોટી જાહેરાતો

મળતી માહિતી મુજબ અત્યાર સુધી 16 કોચ અપગ્રેડ થઈ ચુક્યા છે, જ્યારે બાકીના ત્રણ કોચનું અપગ્રેડેશન ચાલુ છે કે જે ચાલુ મહિનાના અંતમાં પૂર્ણ થઈ જશે.

મુસાફરોને આ સુવિધાઓ મળશે 

ફ્લાઇંગ રાણી એક્સપ્રેસમાં હાલમાં દરરોજ 3000 લોકો મુસાફરી કરે છે. ટ્રેનના નવ શણગારથી મુસાફરોને અનેક લાભો મળશે. કોચ બહારથી ક્રીમ રંગના હશે. કોચમાં એલઈડી લાઇટ હશે. કોચમાં હેરિટેજ ફોટો હશે. બાયો ટૉયલેટ હશે. દુર્ગંધ ન આવે, તેના માટે એક્ઝૉસ્ટ ફૅન હશે. પાણીનો બગાડ ન થાય, તે માટે ટૉયલેટમાં નવી ફ્લશ સિસ્ટમ સાથે સ્વચ્છતાનું સુચન કરે તેવું સિસ્ટમ હશએ. ટૉયલેટ બહાર હૅંડ વૉશ સિસ્ટમ હશે કે જેમાં નળ પણ નવા સિસ્ટમના હશે. એસી કોચમાં ઑટોમૅટિક ફ્રેશનર સિસ્ટમ હશે. કોચમાં બે સીટ વચ્ચે ચા-નાશ્તો મૂકવા માટે ટેબલ હશે.

READ  ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી, પતંગબાજોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા કરી અપીલ

ફ્લાઇંગ રાણી એક્સપ્રેસનો રસપ્રદ ઇતિહાસ

બૉંબે, બરોડા એંડ સેંટ્રલ ઇંડિયા રેલવેએ વર્ષ 1906માં ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ ટ્રેન શરુ કરી હતી. આ ટ્રેન વીકેન્ડમાં મોજ-મસ્તી કરવાના શોખીનો માટે કરવામાં શરુ કરવામાં આવી હતી. એટલે જ તેનું નામ તે વખતે ફ્લાઇંગ ક્વીન રાખવામાં આવ્યું. જ્યારે આ ટ્રેન શરુ થઈ, ત્યારે તે વીકેન્ડ સ્પેશિયલ ટ્રેન તરીકે શરુ થઈ હતી. જોકે 8 વર્ષ બાદ 24 એપ્રિલ, 1914ના રોજ પ્રથમ વિશ્વ યુદ્ધ છેડાઈ જતાં આ ટ્રેન બંધ કરી દેવાઈ હતી. 1 મે, 1937ના રોજ ફ્લાઇંગ રાણી નામે આ ટ્રેન શરુ કરવામાં આવી, પરંતુ બીજા વિશ્વ યુદ્ધના કારણે ફરી એક વાર આ ટ્રેન બંધ કરવી પડી. આઝાદી બાદ પણ ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ વર્ષો સુધી બંધ રહી, પરંતુ 1 નવેમ્બર, 1950ના રોજ ફ્લાઇંગ રાણી ફરી એક વખત ચાલુ થઈ અને આજ સુધી ચાલુ છે.

READ  સબરીમાલા મંદિરના વિવાદઃ 800 વર્ષ જૂની આ પરંપરાના કારણે મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી

[yop_poll id=1163]

Oops, something went wrong.
FB Comments