વલસાડના છીપવાડામાં ગંદકીના મેળામાં નગરપાલિકા પ્રમુખનું સ્વાગત કરતા લાગ્યા પોસ્ટર્સ, સ્થાનિકોએ કર્યું રસ્તા રોકો આંદોલન

વલસાડ નગરપાલિકામાં સમાવિષ્ટ છીપવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ડ્રેનેજની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુઃખાવો સમાન બની ગયું છે.

લોકોને ઘરમાંથી બહાર નીકળે એટલે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જેના કારણે છીપવાડના રહીશો ત્રાસી ગયા છે. પાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ન આવતા કંટાળેલા રહીશોએ મંગળવારે રસ્તા રોકો આંદોલન કર્યું.

READ  આજે સતત 4 કલાક ચાલશે ચંદ્રગ્રહણ, જાણો ક્યાં સમયે જોઈ શકાશે આ ઘટના?

રસ્તા વચ્ચે વાહનો મૂકીને રસ્તો જામ કરી દેતા વાહન વ્યવહારને અસર થઇ હતી. કલાકો સુધી રસ્તો બંધ રહ્યો હતો અને આખરે વલસાડ શહેર પોલીસને જાણ થતા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી જઈને માંડ માંડ લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આટલી મોટી બબાલ થવા છતાં પાલિકાના એક પણ જવાબદાર સ્થળ ઉપર ફરક્યા ન હતા.

READ  વલસાડમાં નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO

[yop_poll id=1625]

Oops, something went wrong.

FB Comments