સુરત અગ્નિકાંડમાં જીવ ગુમાવનારી વિદ્યાર્થીની દ્રષ્ટીનુ જાહેર થયુ આજે પરિણામ

સુરતના અગ્નિકાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા તેમાંની એક વિદ્યાર્થીની હતી દ્રષ્ટી ખૂંટ. દ્રષ્ટી 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેનું આજે પરિણામ આવી ગયું છે પરંતુ પરિણામ જોવા માટે તે હાજર નથી. પરીક્ષાના પરિણામમાં તો તે પાસ થઈ ગઈ છે પરંતુ જિંદગીના પરિણામમાં તે નાપાસ થઈ. જેનો વલોપાત પરિવારજનો અને સગાસંબંધીઓ ક્યારેય ભુલાવી શકે તેમ નથી.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં શાકભાજીના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

આ પણ વાંચો: સુરત આગકાંડ: અમદાવાદ ફાયર ટીમના અધિકારી એમ.એ દસ્તુર તપાસ માટે પહોંચ્યા, જુઓ વીડિયો

જે દ્રષ્ટી હસતી રમતી હતી, પાસ થઈને સારા ભવિષ્ય માટે સપના જોઈ રહી હતી તે દ્રષ્ટી હવે તેના પરિવાર સામે રહી નથી. હસતી-રમતી અને કિલકિલાટ કરતી માસૂમ દીકરી જ્યારે હંમેશા માટે ચાલી જાય તો તેના પરિવાર પર શું વીતતી હશે તે સમજી શકાય છે.

FB Comments