RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આવેલી મહિલાને અધિકારીએ કહ્યું, પહેલાં ઘરે જઈને…

તસવીર પ્રતીકાત્મક છે

ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટે આરટીઓ ખાતે પરીક્ષા આપવા જવાની જરુર પડે છે. ચેન્નઈમાં એક એક ઘટના બની છે જેની ભારે ચર્ચા થઈ રહી છે. આરટીઓ અધિકારીઓ મહિલાને કપડાનું બહાનું આપીને યોગ્ય રીતે કપડા પહેરીને આવવા માટે કહ્યું. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી છે જેમાં મહિલા કે પુરુષોને કપડાના લીધે ડ્રાઈવિંગ ટેસ્ટ ન આપવા દેવાયો હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપતા લોકો માટે ખુશીના સમાચાર, પરિવહન વિભાગે કરી અગત્યની જાહેરાત, જુઓ VIDEO

આ પણ વાંચો :   પ્રધાન બોલ્યા ‘હું છું ત્યાં સુધી ગૌ હત્યા કરો’, VIDEO થયો વાયરલ

ચેન્નઈમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે નોકરી કરતી મહિલા ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે ઓફિસ ખાતે પહોંચી હતી. ચેન્નઈના કે.કે.નગર ખાતે આવેલા આરટીઓ ખાતે મહિલા ટેસ્ટ આપવામાં પહોંચી હતી. મહિલાને જોઈને આરટીઓ અધિકારીએ પહેલાં ઘરે જઈને કપડા બદલીને આવવા કહ્યું હતું. મહિલાએ સ્લીવલેસ ટોપ અને જીન્સ પહેર્યું હતું. આ સિવાય એક મામલો એવો પણ સામે આવ્યો કે કેપરી પહેરીને આવેલી મહિલાને પણ આરટીઓના અધિકારી દ્વારા યોગ્ય કપડાં પહેરીને આવવા કહેવામાં આવ્યું હતું.

READ  ફરજીયાત નિયમ: ખાણી પીણીનો ધંધો કરતાં વેપારીઓએ હાથમાં મોજા પહેરવા પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્ષેત્રીય આરટીઓ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આવતી વખતે કપડાને લઈને કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી. જો કે લોકોએ અહિંયા આવતી વખતે યોગ્ય કપડા પહેરવા જોઈએ જેના લીધે કોઈ અપ્રિય ઘટના ન બને. સરકારી ઓફિસ હોવાથી લોકો યોગ્ય કપડાં પહેરીને આવે તો સારું. આમ આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે.

READ  VIDEO: દંપત્તિનો દમ! વૃદ્ધ દંપત્તિએ હંફાવ્યા ચોરોને, આમની હિંમત જોઈને તમે પણ શરમાઈ જશો

 

Top News Stories Of Gujarat: 21-11-2019 | TV9GujaratiNews

FB Comments