શું તમે પણ પીવો છો ખાલી પેટે ચા? જો તમારો જવાબ છે ‘હા’, તો વાંચી લો આ ખબર!

આપણામાંથી મોટા ભાગના લોકોને સવારે ઉઠીને, બ્રશ કરીને તરત, ખાલી પેટે ચા પીવાની ટેવ હોય છે. મોટા ભાગના લોકોની સવાર જ ચાના ઘૂંટડાથી થાય છે.

કેટલાંક લોકો ભૂખ ભગાડવા ચા પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે ખાલી  પેટ ચા પીવાથી કેટલા નુક્સાન થાય છે. સવાર સવારમાં ખાલી પેટ રાખવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે એસીડિટીની સમસ્યા થાય છે. તો ચાલો, અમે તમને જણાવીએ કે ખાલી પેટ ચા પીવાના શું નુક્સાન છે…

READ  16 વર્ષના સગીરે 50 હજાર રુપિયા માટે કર્યો હતો જમ્મુમાં બ્લાસ્ટ, પોલીસ પૂછપરછમાં થયો ખૂલાસો

ભૂખ ઓછી લાગે છે!

ખાલી પેટ બ્લેક ટી પીવાથી પેટ ફૂલે છે. ચા ખાલી પેટે ગેસ્ટ્રિક મ્યૂકોસા વધારી દે છે અને જેનાથી ભૂખ ઓછી લાગે છે.

કેંસરની શક્યતા

એક દિવસમાં 4-5 કપ ચા પીવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસરની શક્યતા સર્જાય છે.

એસીડિટી

ચા એસિડિક હોય છે. ખાલી પેટ પીવાથી એસીડિટી વધે છે. આ જ કારણ છે કે જે લોકો વધારે ચા  પીવે છે તેમને એસીડિટીની સમસ્યા સર્જાય છે.

READ  ગુજરતમાંથી બાળકો થઇ રહ્યા છે ગુમ, છેલ્લા એક વર્ષમાં આટલા બાળકો ગુમ થવાની નોંધાઈ ફરિયાદ

ગેસ

આદુવાળી ચાને લોકો ખૂબ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ખાલી પેટે આદુવાળી ચા પીવાથી ગેસની સમસ્યા સર્જાય છે.

ઉલ્ટી

ચામાં ટેનિન હોય છે. તેના કારણે ખાલી પેટ ચા પીવાથી ઉલ્ટી જેવું લાગ્યા કરે છે.

[yop_poll id=183]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Skyrocketed onion prices busing common man's budget, Rajkot | Tv9GujaratiNews

FB Comments