દારૂબંધીની અમલદાર ગુજરાત પોલીસના PSI જ નશાની હાલતમાં ઝડપાયા

Drunk PSI arrested for creating nuisance near Bhadaj circle , Ahmedabad

દારૂબંધીની વાતો કરતી ગુજરાત પોલીસના PSI જ દારૂના નશામાં ચકનાચુર થઈને પીધેલી હાલતમાં ઝડપાઈ. ત્યારે કાયદાના આ રક્ષકો જ ખાખીને શર્મસાર કરી દે છે. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI યાદવ અમદાવાદના ભાડજ સર્કલ નજીક પીધેલી હાલતમાં ઝડપાયા હતા. ખાખીને શર્મસાર કરતાં PSIએ દારૂના નશામાં ધમાલ મચાવી હતી.

આ પણ વાંચોઃ બાળકોના મોત મુદ્દે CM રૂપાણીએ બોલાવી બેઠક, મોત મુદ્દે માગ્યો રિપોર્ટ

PSI નશામાં હોવાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી..અને પોતાની રહી સહી આબરુ બચાવવા માટે PSI યાદવને સોલા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પરંતુ કાયદાના રક્ષક અને ખાખી વર્દીમાં રૌફ બતાવવા ટેવાયેલા આ PSIને દારૂનો નશો એવો તો ચડ્યો હતો કે તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી અને બે પીઆઈ અને સ્ટાફને ધમકી આપી હતી.

READ  VIDEO: અમદાવાદમાં AMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં મહિલા ઉમેદવારને કોણે જવાબની કાપલી પહોંચાડી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખાખીને શર્મસાર કરનારા PSI યાદવે ભાડજ સર્કલ પાસે કરેલી ધમાલના સીસીટીવી સામે આવ્યા છે. PSI યાદવ ગલ્લા પર માથાકૂટ કરીને અપશબ્દો બોલ્યા હતા. નશામાં ધૂત PSI હોટલની બહાર રહેલા લોકો સામે ગાળો બોલી ધમકી આપી હતી. ખાખીના બહાને રૌફ બતાવતા PSIના અપશબ્દો અને ધમાલના તમામ દ્રશ્યો CCTVમાં આબાદ રીતે ઝડપાઈ ગયા છે.

READ  અમદાવાદ: રિવરફ્રન્ટ પર આયોજીત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ અચાનક કરાયો બંધ, મુલાકાતીઓમાં ભારે નારાજગી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments