ચીની એપ TikTok પર પ્રતિબંધ, આ ભારતીય એપને થયો મોટો ફાયદો, 72 કલાકમાં 5 લાખ ડાઉનલોડ!

Due to Chinese App Titok Ban in India indigenous-app-sparked-5-lakh-downloads-in-72-hours

ભારત અને ચીનની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને ત્યારે જ ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે ચીની કંપનીઓના 59 એપ્સ પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. આથી હવે લોકો આ એપ્સનો વિકલ્પ શોધી રહ્યાં છે. આ સમયે ભારતીય કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. ટિકટોક ચાઈનીઝ એપ છે અને ભારતમાં તેની પર પ્રતિબંધ છે. આથી તેના વિકલ્પ તરીકે લોકો ચિંગારી(Chingari) એપ્લિકેશનને પસંદ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોરારિ બાપુ સાથે ગેરવર્તન મામલે સૌરાષ્ટ્રમાં પબુભા સામે રોષ, આવતીકાલે મહુવા બંધનું એલાન

Due to Chinese App Titok Ban in India indigenous-app-sparked-5-lakh-downloads-in-72-hours

આ પણ વાંચો :  Tik Tokથી વધુ ફિચર્સ ધરાવતા ભારતીય એપ Chingariને લોકો કરી રહ્યાં છે પસંદ, જાણો આ એપ વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ચિંગારી એપના 72 કલાકમાં 5 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું

ટિકટોક એપ પર પ્રતિબંધનો આદેશ સરકારે આપ્યો હોવાથી સ્વદેશી એપ ચિંગારીનું ભવિષ્ય બદલાય ગયું છે. છેલ્લાં 72 કલાકમાં આ એપને 5 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. આ સિવાય આનંદ મહિન્દ્રા અને કેન્દ્ર સરકારના પ્રિંસિપલ ઈકોનોમિક એડવાઈઝર સંજીવ સાન્યાલે પણ સોશિયલ મીડિયામાં આ એપ્લિકેશનના વખાણ કર્યા છે. આ એપનો ભારતમાં વ્યાપક રીતે ઉપયોગ કરી શકાય તે માટે તેને અલગ અલગ 8 ભારતીય ભાષામાં લોંચ કરવામાં આવ્યું છે. જેમાં હિંદી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, પંજાબી, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે.

READ  રાજકોટમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા મારીને હત્યા, CCTVમાં થઈ ઘટના કેદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સુરક્ષાનું કારણ આપીને 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સમયે ચિંગારી એપના ડાઉનલોડના વધારો થયો છે. આ એપ્લિકેશનને 25 લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કર્યું છે. આ એપ્લિકેશન બેંગલુરુનું એક સ્ટાર્ટઅપ છે. ચિંગારી એપ્લિકેશન વર્ષ 2018થી પ્લેસ્ટોર પર છે અને 90 ટકા યૂઝર્સ ભારતીય જ છે.  આ એપમાંથી વીડિયોને સીધા જ વોટસએપ સ્ટેટસ તરીકે પણ શૅર કરી શકાય છે. આ સિવાય જે પણ ટ્રેન્ડિંગ ન્યૂઝ, મનોરંજન, ફની વીડિયો, ગીત, સ્ટેટસ વીડિયો, શાયરી અને મીમ્સ પણ મજા લોકો માણી શકે છે.

READ  ભારતમાં કોરોના વાઈરસના 415 કેસ કન્ફર્મ, દુનિયામાં 14 હજારથી વધારે લોકોના મોત

 

Oops, something went wrong.

 

 

FB Comments