સુરત: લૉકડાઉનમાં બ્લડ બેંકની સ્થિતિ ખરાબ, 4 મહિનામાં લોહીની ઉભી થઈ અછત

Due to COVID 19 outbreak blood banks in Surat run dry

કોરોના વાઈરસે લોકોની જીવનશૈલી બદલી નાંખી છે. લૉકડાઉનમાં અનેક લોકોને આર્થિક ફટકો પડ્યો, તો મહાનગરોમાં બ્લડ બેંકની સ્થિતિ પણ સૌથી કફોડી બની રહી. સુરતમાં ધાર્મિક મેળાવડા, કંપનીઓ કે સામાજીક કાર્યક્રમોમાં રક્તદાન કેમ્પ થતા હતા અને લોહીનો પુરતો પુરવઠો મળી રહેતો હતો. પરંતુ પાછલા 4 મહિનામાં લૉકડાઉનને પગલે કોઈ રક્તદાન કેમ્પ થઈ શક્યા નથી, જેના પગલે સુરતની વિવિધ બ્લડ બેંકમાં લોહીની અછત ઉભી થઈ છે. લોહીની આવક ભલે ઘટી ગઈ હોય, પરંતુ થેલેસેમિયા સહિતના અનેક રોગમાં દર્દીઓની લોહીની રોજિંદી જરૂરિયાત પડી રહી છે. સુરતની બ્લડ બેંકોમાં સામાન્ય સંજોગોમાં રોજની 100થી 150 બોટલ એકત્રિત થતી હતી અને હાલ માંડ 30થી 35 બોટલ લોહી જ એકત્રિત થાય છે.

READ  લદ્દાખના વ્યૂહાત્મક સ્થાને ભારત કાયમી ચોકી બનાવી દેશે તેવા ડરથી, ચીન 40,000 સૈન્ય જવાનોને વાસ્તવિક નિયંત્રણ રેખાથી હટાવતુ નથી

આ પણ વાંચો: સુરત: કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર અને રવિવાર ટેક્સટાઇલ માર્કેટ બંધ, ટેક્ષટાઇલ ઉદ્યોગ દ્વારા લેવાયો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments